/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-Rain-Forecast-24-08-2024.jpg)
ગુજરાત વરસાદ
Rain forecast updates in Gujarat | ગુજરાતમાં વરસાદ આગાહી અપડેટ્સ : ગુજરાત સહિત દેશભરમાં પરબલાના તહેવારો, બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ, સીતળા સાતમ, જન્માષ્ટમી અને નોમના પાયણા જેવા તહેવારો મનાવવામાં આવી રહ્યા છે, રજાઓના આ માહોલમાં મેઘરાજા પણ ગુજરાતમાં તહેવારોમાં ભાગીદાર થવા આવી ગયા છે. હવામાન વિભાગે તહેવારોના આ દિવસોમાં જ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, ભરૂચ, વડોદરા, ભાવનગર અને અમરેલી માટે તો રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો જોઈએ આગામી દિવસોમાં કેવો રહેશે ગુજરાતમાં વરસાદી માહોલ.
હવામાન વિભાગ વરસાદ આગાહી
હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી અનુસાર, આજે મેઘરાજા ચાર જિલ્લામાં હાહાકાર મચાવશે, અમરેલી, ભાવનગર, વડોદરા અને ભરૂચમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે.
તો 10 જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટા છવયા સ્થળોએ ભારે ઝાપટા સાથે વરસાદ પડી શકે છે. આમ આજે પુરા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.
રવિવારે ચાર જિલ્લામાં રેડ એલર્ટ, 21 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
આવતીકાલની વાત કરીએ તો, હવામાન વિભાગે રવિવારે પણ ચાર જિલ્લામાં ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે, આ જિલ્લાઓમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની પુરી સંભાવના છે.
તો 21 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે.
જન્માષ્ટમીએ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની સોમવાર માટેની આગાહી પર નજર કરીએ તો, જન્માષ્ટમીના દિવસે પણ મેઘરાજા મનમુકીને વરસશે, જેમાં વડોદરા, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ થશે.
તો 19 જિલ્લામાં પણ છૂટા છવાયા સ્થળોએ ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે , જેમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલી, તો સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદનો સમાવેશ થાય છે. આ સિવાય 10 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મંગળવારે થોડુ વરસાદનું જોર ઘટી શકે છે
હવામાન વિભાગ અનુસાર, સિસ્ટમ આગળ વધતા વરસાદનું જોર થોડુ ઘટી શકે છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. મંગળવારે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - Gujarat Rain: ઉત્તર-મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ, વડગામમાં 4.5 ઇંચ અને નડીયાદમાં 4 ઇંચ
તો યલો એલર્ટ સાથે 23 જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us