Gujarat rain forecast : નવરાત્રી પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ચોમાસું અત્યારે ગુજરાતમાંથી વિદાય લેવું જોઈએ જોકે, હજી પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. અને હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ચોમાસું અત્યારે ગુજરાતમાંથી વિદાય લેવું જોઈએ જોકે, હજી પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. અને હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે દક્ષિણ ગુજરાતમાં પડશે અતિ ભારે વરસાદ - Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે બીજી તરફ ગુજરાતમાં વરસાદ પણ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ખેલૈયા અને ગરબા આયોજકોમાં પણ ચિંતા પ્રસરી છે. નવરાત્રી પૂર્વે હવામાન વિભાગે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.

Advertisment

આજે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે

હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવારના દિવસે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ દીવસમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ- સુરતમાં જન્મદિવસની પાર્ટી માતમમાં ફેરવાઈ, 50 રૂપિયાના મામલે મિત્રની છરીના ઘા મારીને હત્યા

Advertisment

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે શુક્રવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 56 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં 0.7 એમએમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત