Gujarat rain forecast : નવરાત્રીના બે દિવસ પૂર્વે ગુજરાતમાં વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: દક્ષિણ ગુજરાતથી આગળ વધીને મધ્ય ગુજરાત તરફ વરસાદ આગળ વધ્યો છે. વરસાદ પડવાની માત્રામાં પણ વધારો થયો છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: દક્ષિણ ગુજરાતથી આગળ વધીને મધ્ય ગુજરાત તરફ વરસાદ આગળ વધ્યો છે. વરસાદ પડવાની માત્રામાં પણ વધારો થયો છે.

author-image
Ankit Patel
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થયા બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. ગુજરાતમાં વરસાદ પડવાનો વિસ્તાર પણ ધીમે ધીમે વધી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી આગળ વધીને મધ્ય ગુજરાત તરફ વરસાદ આગળ વધ્યો છે. વરસાદ પડવાની માત્રામાં પણ વધારો થયો છે. શુક્રવારે 4 ઈંચ સુધી વરસાદ પડત્યો હતો. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે શનિવારના દિવસની પણ આગાહી કરી છે.

Advertisment

આજે ગુજરાતમાં અહીં પડશે વરસાદ

ગુજરાતમાં નવરાત્રીના આડે હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારના દિવસે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ દીવસમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ- લવ જેહાદનો શિકાર બનેલી ગુજરાતની દીકરીને આસામથી બચાવાઇ…

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે શનિવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 75 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં 1.5 એમએમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત