Gujarat rain forecast : આજથી નવરાત્રી શરુ, ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: આજે નવરાત્રીના પહેલા નોંરતામાં પણ વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસારનું યલો એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: આજે નવરાત્રીના પહેલા નોંરતામાં પણ વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસારનું યલો એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
New Update
Navratri rain

નવરાત્રીમાં વરસાદનો ખતરો - Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં આજથી નવરાત્રી શરુ થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. આજે નવરાત્રીના પહેલા નોંરતામાં પણ વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસારનું યલો એલર્ટ આપ્યું છે.

Advertisment

દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે સોમવારે નવરાત્રીના પહેલા દિવસે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

ગુજરાતમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

Advertisment

આ પણ વાંચોઃ-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રી પહેલા રાજ્યના લોકોને ફક્ત સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ કરી

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે સોમવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 20 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહિંવત છે. જ્યારે પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત