Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ, લુણાવાડામાં 2.60 ઈંચ નોંધાયો, રાજ્યમાં ક્યાં કેટલો પડ્યો?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કૂલ 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના લુણાવાડામાં 2.60 ઈંચ નોંધાયો છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કૂલ 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના લુણાવાડામાં 2.60 ઈંચ નોંધાયો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Gujarat heavy rain news in gujarati

ગુજરાતમાં વરસાદ - Express photo

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે. જોકે, થોડા દિવસથી વરસાદ નબળો પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કૂલ 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના લુણાવાડામાં 2.60 ઈંચ નોંધાયો છે. અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 2.01 ઈંચ વરસાદ નોધાયો છે.

રાજ્યમાં માત્ર 2 તાલુકામાં બે ઈંચ કરતા વધારે વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 27 ઓગસ્ટ 2025,સવારે 6 વાગ્યાથી લઈને 28 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં ગુજરાતમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગર જિલ્લાના લુણાવાડામાં 2.60 ઈંચ વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 2.01 ઈંચ વરસાદ નોધાયો છે. રાજ્યમાં માત્ર 2 તાલુકામાં 2 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

91 તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ

SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 91 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આ પૈકી 22 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકાઓમાં માત્ર 1-2 એમએમ વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

આ પણ વાંચોઃ-અજમેર ટ્રિપલ મર્ડર કેસના 3 આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત