Gujarat Rain : નવરાત્રીના નોંરતા વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં 130 તાલુકામં વરસાદ, માંગરોળમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
rainfall in Gujarat during Navratri

નવરાત્રી વચ્ચે ગુજરાતમાં વરસાદ - Photo- X @ians_india

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં નવરાત્રી પુરી થવાના આડે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. આવતી કાલે બુધવારે નવરાત્રીનું છેલ્લું નોરતું છે. જોકે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આપેલા વરસાદના આંકડા પ્રમાણે 29 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 30 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં 4.09 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના 10 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 130 તાલુકા પૈકી 10 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી લઈને 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ 10 તાલુકામાં જૂનાગઢ, ગીર સોમનાથ,દેવભૂમી દ્વારકા અને સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. નીચે કોષ્ટકમાં માહિતી આપેલી છે.

જિલ્લોતાલુકોવરસાદ (ઈંચમાં)
જૂનાગઢમાંગરોળ4.09
ગીર સોમનાથતાલાલા2.17
જૂનાગઢકેશોદ2.13
જૂનાગઢમાળિયા હાટીના2.13
ગીર સોમનાથઉના2.01
ગીર સોમનાથવેરાવળ1.5
ગીર સોમનાથસુત્રાપાડા1.38
દેવભૂમી દ્વારકાદ્વારકા1.1
સાબરકાંઠાખેડબ્રહ્મા1.1
ગીર સોમનાથકોડિનાર1.06

ગુજરાતના 41 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 41 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ- મહિસાગર: ગરબા કાર્યક્રમમાં દલિત મહિલા સાથે ‘દુર્વ્યવહાર, વાળ પકડીને ખેંચી’; 4 સામે ગુનો નોંધાયો

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો જુઓ પીડીએફ

ગુજરાતના 7 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે મંગળવાર માટે ગુજરાતના સાત જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત navratri