Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં એક બાજુ નવરાત્રી જામી છે તો બીજી તરફ વરસાદે પણ ધબધબાટી બોલાવવાનું શરું કર્યું છે. નવરાત્રી વચ્ચે સમગ્ર ગુજરાતમાં વરસાદ નોધાયો હતો. નવરાત્રી દરમિયાન વરસાદ પડવાના કારણે ગરબા રમવામાં વિઘ્ન ઊભું થયું હતું. મોટાભાગના ગરબા આયોજકોને ગરબા કેન્સલ કરવાની ફરજ પડી હતી. જો ક્યાં ક્યાં ચાલુ વરસાદમાં પણ ગરબા રમાયા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ગીર સોમનાથના સુત્રાપાડમાં આભ ફાટ્યું હતું. અહીં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથના સુત્રાપાડમાં આભ ફાટ્યું
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં પડ્યો હતો. અહીં 24 કલાકમાં 8.03 ઈંચ વરસાદ નોંધાયો હતો. અતિ ભારે વરસાદના કારણે સુત્રાપાડમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 28 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 29 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 232 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતના 9 તાલુકામાં 4 થી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યના 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 9 તાલુકા એવા છે જ્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. અહીં 4 ઈંચથી લઈને 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો એ નીચે કોષ્ટકમાં આપેલા છે.
જિલ્લો તાલુકો વરસાદ(ઈંચમાં) ગીર સોમનાથ સુત્રાપાડા 8.03 વલસાડ કપરાડા 4.88 વલસાડ ઉમરગામ 4.65 ગીર સોમનાથ વેરાવળ 4.61 જૂનાગઢ માંગરોળ 4.41 ગીર સોમનાથ કોડિનાર 4.25 ગીર સોમનાથ ઉના 4.17 ભરૂચ અંકલેશ્વર 4.17 વલસાડ ધરમપુર 4.09
રાજ્યના 104 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 104 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી લઈને 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો જુઓ પીડીએફ
આ પણ વાંચોઃ- દિવાળી અને છઠ માટે ગુજરાત થઈને ચાલનારી 3 ખાસ ટ્રેનોની જાહેરાત; જાણો સ્ટોપેજ અને સમય
ગુજરાતના 129માં 1 ઈંચ કરતા ઓછો વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ તાલુકા પૈકી 129 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં 0.83 ઈંચ વરસાદ નોંધાયો હતો.