Gujarat Rain : ગુજરાતમાં વરસાદે ખેલૈયાઓની ચિંતા વધારી, 30 તાલુકામાં મેઘમહેર, સુરતમાં સૌથી વધુ 2.74 ઈંચ

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: રાજ્યમાં જતાં જતાં વરસાદ ફરી જામી રહ્યો છે. આવી સ્થિતિમાં નવરાત્રી પહેલા વરસાદ અંગે ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: રાજ્યમાં જતાં જતાં વરસાદ ફરી જામી રહ્યો છે. આવી સ્થિતિમાં નવરાત્રી પહેલા વરસાદ અંગે ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Gujarat heavy rain news in gujarati

ગુજરાતમાં વરસાદ- Express photo

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં એક તરફ નવરાત્રી સામે આવી રહી છે અને બીજી તરફ ચોમાસું વિદાય લેવુંનું નામ નથી લઈ રહ્યું. રાજ્યમાં જતાં જતાં વરસાદ ફરી જામી રહ્યો છે. આવી સ્થિતિમાં નવરાત્રી પહેલા વરસાદ અંગે ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં પડ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 17 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 18 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં 2.74 ઈંચ નોંધાયો હતો. બીજા નંબરે નવસારીમાં 2.1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતના 28 તાલુકામાં 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો

SEOC ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં પડેલા 30 તાલુકામાં વરસાદ પૈકી 28 તાલુકા એવા છે જ્યાં 1 એમએમથી લઈને 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. આ તાલુકામાં 8 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે અહીં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

રાજ્યમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસ માટે ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં મસ્જિદ, મદરેસા અને દરગાહ પાસે ગરબા પર પ્રતિબંધનું બોર્ડ લગાવાયું; બે મુસ્લિમ નેતાઓ સામે કેસ દાખલ

તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,મોરબી દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડવાની ધારણા છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત