Gujarat Rain : ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું! 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Gujarat heavy rain news in gujarati

ગુજરાતમાં વરસાદ - Express photo

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યમાં વરસાદ પડવાની માત્રા અને વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 1 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 2 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં 9 તાલુકામાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 9 તાલુકા એવા છે જ્યાં 1-2 ઈંચ વચ્ચે જ વરસાદ રહ્યો હતો. રાજ્યમાં વરસાદ પડવાની માત્રામાં ઘટાડો નોંધાયો હતો. નીચેના કોષ્ટકમાં જુઓ આ 9 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ(ઈંચમાં)
વલસાડકપરાડા1.77
વલસાડધરમપુર1.5
દાહોદજાલોદ1.34
ડંગસુબિર1.3
ડાંગઆહવા1.22
ડાંગવઘઈ1.22
તાપીવ્યારા1.18
તાપીસોનગઢ1.18
તાપીડોલવાન1.18

59 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો

વરસાદના મળતા આંકડા પ્રમાણે 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે, 59 તાલુકા એવા છે જ્યાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. જે પૈકી 18 તાલુકા એવા છે જેમાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. અહીં 1-2 એમએમ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં 68 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ પીડીએફ

આ પણ વાંચોઃ- Ambjai Bhadarvi Poonam 2025: અંબાજી જતાં પહેલા આટલું કામ કરશો તો નહીં પડે તકલિફ, કેવી રીતે કરવું ઓનલાઈન પાર્કિંગ બૂક?

આજે 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે રાજ્યના ત્રણ વિસ્તારોના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત