Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં નવરાત્રીના હવે બે દિવસ બાકી રહ્યા છે. જોકે, નવરાત્રી પુરી થાય એ પહેલા જ વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો હતો. વરસાદ પડવાના કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. મોટાભાગના ગરબા રદ્દ કરવામાં આવ્યા હતા. જોકે, શીર ગરબામાં વરસાદ વચ્ચે પણ ગરબા ચાલુ રહ્યા હતા. જ્યારે આજે નવરાત્રીના નવમાં નોરતાના દિવસે પણ હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના 7 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે મંગળવાર માટે ગુજરાતના સાત જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ગુજરાતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે મંગળવાર માટે દક્ષિણ ગુજરાતના 9 અને કચ્છ સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ- મહિસાગર: ગરબા કાર્યક્રમમાં દલિત મહિલા સાથે ‘દુર્વ્યવહાર, વાળ પકડીને ખેંચી’; 4 સામે ગુનો નોંધાયો
ગુજરાતમાં અહીં થંડરસ્ટ્રોમ સાથે પડશે વરસાદ
હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.