Today Weather Gujarat rain : ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડવાની માત્રામાં ઘટાડો થયો છે. જ્યારે 12 જુલાઈ 2025 સુધી ગુજરાતમાં ચોમાસાનો 48.14 ટકા વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના તલોદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બાકીના 100 તાલુકામાં બે ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ 48.14 ટકા વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 12 જુલાઈ 2025 રોજ ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ 48.14 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 59.19 ટકા, ઉત્તર ગુજરાતમાં 42.79 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 46.17 ટકા, સૌરાષ્ટ્રમાં 47.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 52.44 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 9 તાલુકામાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 11 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 12 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જૈ પૈકી 9 તાલુકા એવા છે જેમાં માત્ર 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
જિલ્લો તાલુકો વરસાદ (ઈંચ) કચ્છ માંડવી 1.6 અમદાવાદ ધોળકા 1.26 ગાંધીનગર માણસા 1.2 અરવલ્લી ભિલોડા 1.2 તાપી ડોલવાન 1.14 ભરૂચ હાંસોટ 1.06 નર્મદા દેડિયાપાડા 0.98 સાબરકાંઠા વડાલી 1 ગાંધીનગર ગાંધીનગર 1
31 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે આ તાલુકાઓ પૈકી 31 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. આ તાલુકામાં માત્ર 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો. આમ 101 તાલુકા પૈકી ત્રીજા ભાગના તાલુકામાં નામ માત્રનો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? PDF
આ પણ વાંચોઃ- Ahmedabad plane crash : અમદાવાદમાં વિમાન દુર્ઘટના કેમ થઈ? AAIB ના તપાસ અહેવાલમાં થયો ખુલાસો
ત્રણ દિવસ માટે હવામાન આગાહી
11 જુલાઈ (શુક્રવાર) માટે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર માટે યલો એલર્ટ જારી કર્યું છે અને છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડાની આગાહી કરી છે.