Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં શિયાળો શરૂ થવાના અણસાર આવી રહ્યા છે. જોકે, હજી પણ વરસાદ વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો છે. નવરાત્રી દરમિયાન વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 123 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વંથલી તાલુકામાં 3.43 ઈંચ નોંધાયો હતો.
ગુજરાતના 5 તાલુકામાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 2 ઓક્ટોબર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 3 ઓક્ટોબર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 123 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 5 તાલુકા એવા છે જ્યાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.
જિલ્લો તાલુકો વરસાદ(ઈંચમાં) જૂનાગઢ વંથલી 3.43 સુરેન્દ્રનગર ચોટીલા 3.11 જૂનાગઢ મેંદરડા 2.24 જૂનાગઢ જૂનાગઢ 2.13 જૂનાગઢ જૂનાગઢ શહેર 2.13
રાજ્યના 18 તાલુકામાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ
SEOC ગાંધીનગર દ્વારા આપેલા છેલ્લા 24 કલાકના આંકડા પ્રમાણે ગુજરાતના 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 18 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના 100 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. આ 100 તાલુકામાં 19 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે અહીં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
આ પણ વાંચોઃ- ગાંધીજીની સામાન્ય મોહનદાસમાંથી ‘મહાત્મા’ બનવાની સફર, એક પ્રસંગ શીખવશે જિંદગીના ત્રણ પાઠ; જુઓ વીડિયો
ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
વરસાદની વિદાય વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આઈએમડી પ્રમાણે આજે શુક્રવારે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા તેમજ કચ્છમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.