Gujarat Monsoon, rainfall data, weather forecast : ગુજરાતમાં ચોમાસું બેશી ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે સુરતના બારડોલીમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ પડ્યો હતો.
અન્ય તાલુકાની વાત કરીએ તો 14 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 24 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. 42 તાલુકા એવા હતા જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.
આગામી 4 દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું જામ્યુ છે ત્યારે આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે નવસારી એટએલર્ટ જાહેર કરાયું છે ત્યારે વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છામાં પણ ચાર દિવસની આગાહી કરાઈ છે.
નવસારીમાં આજે વરસાદનું રેડ એલર્ટ
નવસારીમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં નવસારીમાં 5.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લાના તાલુકાની વાત કરીએ તો ગણદેવીમાં 4.4 ઈંચ, જલાલપોરમાં 4.1 ઈંચ વરસાદ, ચીખલીમાં 3.6 ઈંચ, ખેરગામમાં 3.7 ઈંચ વરસાદ, નવસારીમાંથી પસાર થતી નદીઓની જળસપાટી વધી ગઈ હતી.
આ પણ વાંચોઃ- ‘વિભાજનકારી રાજકારણ’: વિપક્ષોએ PM મોદી પર તેમના સમાન નાગરિક સંહિતાના દબાણ માટે પ્રહારો કર્યા
ક્યાં કેટલો વરસાદ પડ્યો
આ પણ વાંચોઃ- IISc પ્રથમ સ્થાન બનાવ્યાના આઠ વર્ષ પછી IIT બોમ્બએ QS વર્લ્ડ રેન્કિંગમાં ટોચના 150 માં સ્થાન મેળવ્યું
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના તપા, મોટકકામાં વરસાદ પડવાના કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધી છે. જેના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધી છે. નર્મદા ડેમમાં 19,446 ક્યુસેક પાણીની આવક વધતાં જળસપાટી 119.78 મીટરે પહોંચી છે. આ ઉપરાંત વરસાદની સ્થિતિને પહોંચી વળવા NDRF-SDRF તૈયાર રખાઈ છે. રાજ્યના 206 જળાશયો પૈકી 6 જળાશય હાઇએલર્ટ પર રખાયા છે જ્યારે 3 જળાશયો એલર્ટ અને 1 જળાશય વોર્નિંગ પર છે.