Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદ ફરી જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 129 તાલુકામાં મેઘ મહેર રહી હતી. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવાનમાં 6.34 ઈંચ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 129 તાલુકામાં મેઘ મહેર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 29 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 30 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 129 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવાનમાં પડ્યો છે. અહીં ચાર કલાકમાં 6.34 ઈંચ વરસાદ નોંધાયો હતો.
13 તાલુકામાં 2 ઈંચ કરતા વધાર વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 12 તાલુકા એવા હતા જ્યાં 2 ઈંચથી લઈને 7 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં તાપના ડોલવાનમાં જ 6.34 ઈંચ અને પંચમહાલના સહેરામાં 5.51 ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ રહ્યો હતો.
આ પણ વાંચોઃ- Amit Shah Gujarat Visit: કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, 10 જાહેર કાર્યક્રમોમાં લેશે ભાગ
20 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ રહ્યો હતો. જોકે, 20 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ વિસ્તારોમાં માત્ર 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.