Gujarat Rain : ખેલૈયાઓની ચિંતા વધી! ગુજરાતમાં નવરાત્રી વચ્ચે 50 તાલુકામાં વરસાદ, આહવામાં 4.61 ઈંચ ખાબક્યો

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાત રાજ્યમાં એક તરફ નવરાત્રીનો તહેવાર અને બીજી તરફ વરસાદની પણ જમાવટ થઈ રહી છે. નવરાત્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાત રાજ્યમાં એક તરફ નવરાત્રીનો તહેવાર અને બીજી તરફ વરસાદની પણ જમાવટ થઈ રહી છે. નવરાત્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
rainfall in Gujarat during Navratri

નવરાત્રી વચ્ચે ગુજરાતમાં વરસાદ - Photo- X @ians_india

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર શરું થયો છે. ખેલૈયાઓ મનમુકીને ગરબે રમી રહ્યા છે તો બીજી તરફ વરસાદે ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં એક તરફ નવરાત્રીનો તહેવાર અને બીજી તરફ વરસાદની પણ જમાવટ થઈ રહી છે. નવરાત્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 22 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 23 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 4.61 ઈંચ નોંધાયો હતો. ભાવનગરના મહુવામાં 3.03 ઈંચ, સુરતના પલસાણામાં 2.87 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 13 તાલુકામાં 1 ઈંચથી 5 ઈંચ વચ્ચે વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ(ઈંચમાં)
ડાંગઆહવા4.61
ભાવનગરમહુવા3.03
સુરતપલસાણા2.87
ડાંગસુબિર2.36
વલસાડધરમપુર2.24
વલસાડકપરાડા2.13
સુરતઉમરગામ1.93
નવસારીખેરગામ1.57
નર્મદાસાગબારા1.46
ભરૂચભરૂચ1.34
ડાંગવઘઈ1.26
વલસાડવાપી1.02
તાપીસોનગઢ1.02

રાજ્યના 37 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો

SEOC ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે, આ તાલુકા પૈકી 37 તાલુકા એવા છે જ્યાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે આ 37 તાલુકા પૈકી 8 તાલુકા એવા છે જેમાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે અહીં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ પીડીએફ

દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે નવરાત્રીના બીજા દિવસે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત navratri