Gujarat Rain : ગુજરાતાં 24 કલાકમાં 71 તાલુકામાં મેઘમહેર, વલસાડના કપરાડામાં 6.77 ઈંચ ખાબક્યો

today 26 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 6.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.

today 26 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 6.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Gujarat heavy rain news in gujarati

ગુજરાતમાં વરસાદ - Express photo

Today Weather Gujarat rain latest update, 26 July 2025 : ગુજરાતમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધ્યું હતું. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં 24 કલાકમાં વરસાદની પડવાની વાત કરીએ તો 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 6.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.

વલસાડના કપરાડામાં 6.77 ઈંચ વરસાદ પડ્યો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 25 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 26 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 6.77 ઈંચ વરસાદ પડ્યો હતો.

8 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

વરસાદના મળતા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, આ તાલુકા પૈકી 7 જ તાલુકામાં એક ઈંચ ઉપર વરસાદ નોંધાયો હતો. અહીં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.

જિલ્લોતાલુકોવરસાદ(ઈંચમાં)
નવસારીખેરગામ2.24
સુરતમાંગરોલ2.05
સુરતમાંડવી1.97
વલસાડધરમપુર1.85
વલસાડપારડી1.77
વલસાડવલસાડ1.34
ડાંગઆહવા1.3
ડાંગસુબિર1.18

19 તાલુકામાં નામ માત્ર વરસાદ

એસઈઓસી ગાંધીનગર દ્વારા આપેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 91 પૈકી 19 તાલુકા એવા છે જ્યાં મેઘ રાજાએ માત્ર હાજરી પુરાવી છે. અહીમાં નામ માત્ર વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો PDF જુઓ

આ પણ વાંચોઃ- Crime story : ટ્રેનમાં 18 થી 31 વર્ષની 56 યુવતીના હાથ પર એક સરખા સ્ટેમ્પ, શું છે આખી ચોંકાવનારી ઘટના?

વલસાડ, નવસારી સહિત 5 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત