Gujarat Rain : ગુજરાતમાં મેઘાની ફરી બેટિંગ! 24 કલાકમાં 158 તાલુકામાં મેઘમહેર, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati:છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો કુલ 158 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નાંદોદ, ઉમરપાડા અને ઝઘડિયામાં 3 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati:છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો કુલ 158 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નાંદોદ, ઉમરપાડા અને ઝઘડિયામાં 3 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
rainfall in Gujarat in 24 hours

ગુજરાતમાં 24 કલાકમાં સાર્વત્રીક વરસાદ - Express photo

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં થોડા દિવસના આરામ બાદ મેઘરાજા ફરથી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. રાજ્યમાં એકવાર ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો કુલ 158 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નાંદોદ, ઉમરપાડા અને ઝઘડિયામાં 3 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 3 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 4 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીના સમયગાળામાં કુલ 158 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના નાનોંદ 3.86 ઈંચ નોંધાયો હતો.

રાજ્યના 41 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

SEOC ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે કુલ 158 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 41 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી લઈને 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાઓમાં 13 તાલુકામાં 2 ઈંચથી લઈને 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જ્યારે 28 તાલુકામાં 1 અને 2 ઈંચ વચ્ચે વરસાદ રહ્યો હતો.

આ પણ વાંચોઃ- 15મી ગુજરાત વિધાનસભાના સાતમાં સત્ર દરમિયાન કુલ 5 વિધેયક રજૂ કરાશે: ઋષિકેશ પટેલ

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ PDF

ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે ગુરુવારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, અરવલ્લી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત