Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ફરીથી મેઘો બેટિંગ કરવાના મૂડમાં આવી ગયો છે. દક્ષિણ ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાં ધબધબાટી બોલાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં વરસાદે સટાસટી બોલાવી હતી. રાજ્યના 195 તાલુકામાં હળવાથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 4 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 5 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીના સમયગાળામાં કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમપાડામાં 8.11 ઈંચ ખાબક્યો હતો.
સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 8.11 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે ત્યારે વરસાદના મળતા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કૂલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં 8.11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતમાં 4થી9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયેલા 12 તાલુકા
જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં) સુરત ઉમરપાડા 8.11 પંચમહાલ જાબુંઘોડા 6.89 છોટા ઉદેપુર બોડેલી 6.46 છોટા ઉદેપુર જેતપુર પાવી 5.71 ભરૂચ ભરૂચ 5.39 ભરૂચ નેત્રંગ 5.35 ભરૂચ અંકલેશ્વર 4.96 તાપી સોનગઢ 4.92 છોટા ઉદેપુર સંખેડા 4.8 નર્મદા ગરુડેશ્વર 4.72 નર્મદા તિલકવાડા 4.69 વડોદરા ડભોઈ 4.17
ગુજરાતના 86 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં 86 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી લઈને 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં થોડા જિલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- NIRF Ranking 2025: IIM અમદાવાદ મોખરે, ગુજરાત બન્યું મેનેજમેન્ટ ગુરુ
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ પીડીએફ
ત્રણ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે
હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવાર માટે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આજે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું હતું. આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.