Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ વરસાદ આરામ મોડમાં આવી ગયો છે. રાજ્યમાં અચાનક જ વરસાદ સાવ ધીમો પડી ગયો છે. એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી વરસાદે વિદાય લીધી છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના માત્ર છ તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો.
રાજ્યના 6 તાલુકામાં છૂટો છવાયો વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 9 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 10 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં માત્ર 6 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
જિલ્લો તાલુકો વરસાદ(ઈંચમાં) કચ્છ નખત્રાણા 1.18 કચ્છ અબડાસા 0.75 કચ્છ લખપત 0.39 પાટણ રાધનપુર 0.12 આણંદ ખંભાત 0.08 આણંદ ઉમરેઠ 0.04
આ પણ વાંચોઃ- મેં ક્યારેય આટલું સુરક્ષિત નથી અનુભવ્યું… ફ્રેન્ચ મહિલાએ અમદાવાદના વખાણ કર્યા
ગુજરાતમાં આજે છૂટોછવાયો વરસાદ પડશે
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં આજે બુધવારે મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે.