/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Rajasthan-Accident-Five-died-Gujarati-1.jpg)
રાજસ્થાન અકસ્માત
Rajasthan Accident : રાજસ્થાનના બિકાનેર એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. પાંચે લોકો ગુજરાતના કચ્છના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. મૃતકોમાં એક બાળકી, બે મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના બિકાનેર એક્સપ્રેસ વે પર નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના રાસીસર ગામ પાસે આજે વહેલી સવારે સ્કોર્પિઓ કાર ફૂલ સ્પીડમાં એક ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ દુર્ઘટના એટલી જબરદસ્ત હતી કે, સ્કોર્પિઓમાં સવાર પાંચ લોકોના સ્થળ પર જ મોત થયા છે.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. તમામ મૃતકોને નોખા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય મૃતકોની ઓળખ પણ શરૂ કરવામાં આવી હતી.
વહેલી સવારે અકસ્માત સર્જાયો
પોલીસે મીડિયાને આપેલી માહિતી અનુસાર, ઘટના વહેલી સવારે 5 કલાક આસપાસ સર્જાઈ હતી. ઘટનાની જાણ રાહદારી અને ગ્રામજનોને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી, અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્કોર્પિઓ કાર જીજે 12 એફડી 1894 ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી, જેને પગલે કારમાં સવાર લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. ગ્રામજનોની મદદથી દરવાજા તોડી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, અને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
#WATCH | Bikaner, Rajasthan: Five people have died as car collides with truck on Bharatmala Expressway. The deceased including two women, two men and a girl are said to be from Gujarat: SP Tejashwani Gautam pic.twitter.com/d7913DwNqP
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 16, 2024
રાજસ્થાન અકસ્માત - ગુજરાતી પરિવાર કોણ હતો?
પોલીસ સૂત્રો દ્વારા મૃતકોની ઓળખ કરવાની કોશિસ હાથ ધરતા પાંચે મુસાફર ગુજરાતના કચ્છના માંડવી વિસ્તારના હોવાનું સામે આવ્યું હતું. જેમાં માંડવીના ડો. પ્રતિક, તેમની પત્ની ડો. હેતલ અને તેમની 18 મહિનાની દીકરી સહિત અન્ય એક કપલ, એમ મૃતકોમાં બે મહિલા, બે પુરૂષ અને એક બાળકીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - હારીજ ચાણસ્મા હાઈવે અકસ્માત : વરાણા ખોડિયાર મંદિરે જતા પદયાત્રીઓને વાહન ચાલકે ફંગોળ્યા, ત્રણના મોત
રાજસ્થાન અકસ્માત કેવી રીતે સર્જાયો
પ્રાથમિક માહિતી અનુસાર, ડોક્ટર પરિવાર શ્રીગંગાનગર લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ ગુજરાત પરત ફરી રહ્યો હતો ત્યારે વહેલી સવારે અકસ્માત સર્જાયો, વહેલી સવારે સ્કોર્પિઓ ટ્રક પાછળ ઘુસી ગયા પાછળ ડ્રાઈવરને ઊંઘ આવી જતા ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હોવાનું કારણ સામે આવી રહ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃતકોના પીએમ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us