/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Rajasthan-Crime-News.jpg)
રાજસ્થાનના જોધપુરમાં સેનાના જવાને પત્ની અને દીકરીની હત્યા કરી
Rajasthan Crime News : રાજસ્થાનના જોધપુરમાં સેનાના એક જવાન પર તેની પત્ની અને પુત્રીની હત્યા કરવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે, તેણે સૂતેલી પત્ની અને પુત્રીનું ગળું દબાવીને તેમને પેટ્રોલ છાંટીને સળગાવી દીધા હતા. આ પછી આરોપીએ આ ઘટનાને અકસ્માત તરીકે રજૂ કરી હતી. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, સૈન્યના એક જવાને કથિત રીતે તેની પત્ની અને પુત્રીની ઊંઘમાં હત્યા કરી અને પછી તેને અકસ્માત તરીકે ગણાવવાનો પ્રયાસ કર્યો. તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી રામ પ્રસાદે રવિવારે સવારે કથિત રીતે ગુનો કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાનું અને દાઝી જવાની પુષ્ટિ થઈ છે. આ પછી જ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે ડીસીપી (પૂર્વ) અમૃતા દુહાને જણાવ્યું કે, પરિવારના સભ્યોના આગમન બાદ મંગળવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. દુહાને વધુમાં કહ્યું કે, રિપોર્ટ અનુસાર મા-દીકરી બંનેનું પહેલા ગળુ દબાવીને હત્યા કરવામાં આવી અને પછી પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી. રિપોર્ટના આધારે પોલીસે રામ પ્રસાદની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પત્ની રૂકમિના (25) અને પુત્રી રિદ્ધિમા (2)ની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
ઝઘડાથી પરેશાન હતા, દીકરીની જવાબદારી લેવા માંગતો ન હતો
વાસ્તવમાં, સિક્કિમના વતની રામ પ્રસાદે જાન્યુઆરી 2020માં નેપાળની રહેવાસી રુકમિના સાથે લગ્ન કર્યા હતા. તે ઓગસ્ટ 2020 થી જોધપુરમાં પોસ્ટેડ છે. દુહાને કહ્યું કે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તેથી તે તેની પત્નીથી છુટકારો મેળવવા માંગતો હતો. તેથી તેણે પત્નીની હત્યા માટેની યોજના બનાવી આ સિવાય બાળકીની પણ જવાબદારી સ્વિકારવા માંગતો ન હતો એટલે બંનેની હત્યા કરી દીધી.
નવજાત પુત્રીને મારી નાખવાનો નિર્ણય કર્યો હતો
પૂછપરછ દરમિયાન, આરોપીએ કહ્યું કે જ્યારે બંને સૂતા હતા, ત્યારે સવારે 4 વાગ્યા પહેલા તેણે તેની પત્ની અને પછી તેની પુત્રીનું ગળું દબાવી દીધું. આ પછી પુરાવાનો નાશ કરવા માટે તેમના પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તે ઘરની બહાર દોડી ગયો હતો અને કહ્યું હતું કે, કુલરમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં તેની પત્ની અને બાળક દાઝી ગયા છે. આરોપીએ કહ્યું કે, તેણે તેમને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો.
આ પણ વાંચો - Nuh Violence: કોણ છે મોનુ માનેસર? નૂહ હિંસામાં કેમ લેવામાં આવે છે નામ, સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે
પોલીસે જણાવ્યું કે, રામ પ્રસાદને 'નાયક'માંથી 'ક્લાર્ક'ના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. તે સોમવારે ટ્રેનિંગ માટે બેંગ્લોર જવાનો હતો. કેટલાક પોલીસ અને આર્મી અધિકારીઓને શરૂઆતથી જ રામ પ્રસાદ પર શંકા હતી. પોલીસે રામ પ્રસાદ વિરુદ્ધ તેમના યુનિટના સુબેદારની ફરિયાદ પર આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો હતો. હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us