રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના : એપાર્ટમેન્ટના સ્વિમિંગ પૂલમાં 4 વર્ષનું બાળક રમતા-રમતા પડ્યું, માસૂમનું મોત

રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં પડી જતા બાળકનું મોત થયું છે, 4 વર્ષનું બાળક કેવી રીતે રમતા રમતા પૂલમાં પડી જાય છે, તેનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો, માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના.

Written by Kiran Mehta
Updated : March 14, 2024 13:04 IST
રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના : એપાર્ટમેન્ટના સ્વિમિંગ પૂલમાં 4 વર્ષનું બાળક રમતા-રમતા પડ્યું, માસૂમનું મોત
રાજકોટમાં સ્વિમિંગ પુલમાં પડી જતા બાળકનું મોત

Rajkot Child dies after falling into Swimming Pool : રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક ચાર વર્ષનું બાળક રમતા-રમતા એપાર્ટમેન્ટમાં આવેલા સ્વિમિંગ પૂલમાં પડી ગયું, 30 સેકન્ડ મોત સામે માસૂમ લડતુ રહ્યું અને અંતે હાર માન્યું અને પ્રાણ પંખેરૂ ઉડી ગયું.

રાજકોટ – સ્વિમિંગ પૂલમાં પડી જતા બાળકનું મોત

પ્રાપ્ત માહિતી અુસાર, રાજકોટના 150 ફૂટ રી્ગ રોડ પર આવેલા ઘંટેશ્વર નજીક વર્ધમાનનગર શેરીના ઓરમ એપાર્ટમેન્ટમાં આવેલા સ્વિમિંગ પુલમાં એક બાળક રમતા રમતા પડી ગયું હતુ, જેનો મૃતદેહ પુલમાં તરતો મળી આવ્યો હતો. રાજકોટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ અનુસાર, ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ પોલીસને જાણ થઈ હતી કે, એક બાળક સ્વીમિંગ પૂલમાં પડી જતા તેનું મોત થયું છે. પોલીસે તુરંત સ્થળ પર જઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અને બાળકના મૃતદેહનો કબજો લઈ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

કેવી રીતે બાળક સ્વિમિંગ પૂલમાં પડ્યું? સીસીટીવી વીડિયો ફૂટેજ સામે આવ્યા

Rajkot Swimming Pool child death cctv video photo
રાજકોટ સ્વિમિંગ પુલ બાળક મોત દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા (ફોટો – સીસીટીવી વીડિયો ફોટો ગ્રેબ)

મહત્વની વાત એ છે કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજના દ્રશ્યો અનુસાર, ઓરમ એપાર્ટમેન્ટના સ્વીમિંગ પૂલ પાસે ચાર બાળકો રમી રહ્યા હતા, આ સમયે એક મહિલા પણ ફૂટેજમાં જોવા મળી રહી છે. થોડી ક્ષમો બાદ મહિલા અને ત્રણ બાળકો પુલ પાસેથી જતા રહે છે, પરંતુ એક બાળક ત્યાં જ રમતુ જોવા મળ છે. બાળક પહેલા પુલ પાસે જાય છે, પછી પાછુ દુર જાય છે, પરંતુ મોત તેને પોકારતુ હોય તેમ ફરી પુલ પાસે જાય છે, અને ઉભા-ઉભા જ પાણીમાં પગ નાખી છબછબીયા કરવાનો પ્રયાસ કરે છે, આ સમયે અચાનક બેલેન્સ ગુમાવે છે અને પાણીમાં ઊંધા માથે પડે છે. બાળક 4 વર્ષનું જ હતુ, તે પાણીમાં 30 સેકન્ડ સુધી બચવા પ્રયત્ન કરે છે, પરંતુ આખરે મોત સામે હાર માને છે અને પાણીમાં શાંત થઈ જાય છે. આ સમયે પુલ પાસે બાળકને બચાવવા કોઈ ન હતુ.

Rajkot Swimming Pool child death
રાજકોટ – સ્વિમિંગ પૂલમાં પડી જતા 4 વર્ષના બાળક અમૃત લોકેશભાઈ વિશ્વકર્માનું મોત

ઘટનાની જાણ સ્થાનિક રહેવાસીને થતા જ તુરંત બાળકને બહાર કાઢવામાં આવે છે, 108ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતુ.

આ પણ વાંચો – જસદણ ચોટિલા રોડ અકસ્માત : બાખલવડ પાસે કાર ચાલકે બાઈકને ફંગોળ્યું, બે માસૂમ બાળકી સહિત 3 ના મોત

કોણ હતુ બાળક?

પોલીસ અનુસાર, બાળકનું નામ અમૃત લોકેશ વિશ્વકર્મા (ઉ. 4 વર્ષ) છે. આ બાળક ઓરમ એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે ફરજ બજાવતા લોકેશ વિશ્વકર્માનું હતુ. તમને જણાવી દઈએ કે, વોચમેન લોકેશ વિશ્વકર્મા 2 વર્ષથી ઓરમ એપાર્ટમેન્ટમાં નોકરી કરે છે, અને પરિવાર સાથે ત્યાં જ રહે છે. તેમના પરિવારમાં પત્ની સહિત ત્રણ બાળકો છે, જેમાં 4 વર્ષનો લાડલાનું આ રીતે મોત થતા પરિવાર દુખમાં ગરકાવ થઈ ગયો હતો. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી સમાન છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ