/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rajkot-Acident-1.jpg)
રાજકોટ અકસ્માત
Rajkot Accident : ગુજરાતના રાજકોટ નજીક ગુરુવારે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત બન્યો હતો, જેમાં એક ફૂલ સ્પીડ કારે એક વૃદ્ધ મહિલાને ટક્કર મારી અને પછી તેણીને બે કિલોમીટરથી સુધી ખેંચી ગયો. દીકરો મદદ માટે બૂમો પાડતો કાર પાછળ દોડતો રહ્યો, આખરે તેને માતાની લાશ મળી.
પોલીસે જણાવ્યું કે, પીડિતા, વિજયા બથવાર અને તેનો પુત્ર દિનેશ રાત્રે 11.30 વાગ્યે કચરો વીણી ભેગો કરીને કણકોટ ગામમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, સામેથી આવતી એક સફેદ કારે વિજયા નામની સાઠ વર્ષની દલિત મહિલાને ટક્કર માર્યા બાદ વૃદ્ધા કારની નીચે ફસાઈ ગઈ હતી. દિનેશ મદદ માટે બૂમો પાડતો કાર પાછળ દોડ્યો હતો પરંતુ, કાર ઝડપથી કાલાવડ રોડ તરફ ભાગી હતી.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડીએમ હરિપરાએ શુક્રવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "પીડિતાના પુત્રની ફરિયાદ મુજબ, કાર મહિલાને બે કિલોમીટરથી વધુ ખેંચી લઈ ગઈ અને પીડિતા કાલાવડ રોડ પર એક ચાની દુકાન પાસે પડી ગઈ હતી, અને તેનું મૃત્યુ થયું." કાર જે દીશામાં ગઈ એ દીશામાં ભાગીને, દિનેશ ચાની દુકાને પહોંચ્યો, જ્યાં તેણે તેની માતાના મૃતદેહને ઓળખ્યો.
પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, "અમે વિસ્તારના CCTV ફૂટેજ જેવા ટેકનિકલ પુરાવા એકત્ર કરી રહ્યા છીએ અને ઘટનામાં સામેલ વાહનને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો કે, હજુ સુધી કોઈ સફળતા મળી નથી."
આ પણ વાંચો - Ahmedabad Robbery | અમદાવાદ લૂંટ : આંગડિયા પેઢી કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ ની લૂંટ
વિજયાના મોટા પુત્ર જગદીશ (42) દ્વારા દાખલ કરાયેલી અન્ય ફરિયાદના આધારે, ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 281 (રેશ ડ્રાઇવિંગ) અને 106 (1) (ઉતાવળ અથવા બેદરકારીથી મૃત્યુનું કારણ બને તેવું કૃત્ય, જે હત્યા નથી), IPC હેઠળ નોંધવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us