રાજકોટમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, ચાલુ ક્લાસમાં જ ઢળી પડ્યો

Rajkot student died of heart attack : રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળા (lal bahadur shastri school rajkot) માં ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતા, પરિવાર તથા સ્કૂલમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Rajkot student died of heart attack : રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળા (lal bahadur shastri school rajkot) માં ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતા, પરિવાર તથા સ્કૂલમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Rajkot | School Student| Heart Attack

રાજકોટમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત (પ્રતિકાત્મક તસવીર)

Rajkot Student Heart Attack : રાજકોટમાં વધુ એક નવ યુવાન સગીરનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતો મુદિત નળિયાર નામના વિદ્યાર્થીનું શાળામાં જ ચાલુ ક્લાસે હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, મુદીત નળિયાપરા સવારે સ્કૂલે ગયો હતો. ત્યાં શાળામાં ક્લાસમાં બેઠો હતો અને અચાનક જ ઢળી પડ્યો, સ્કૂલ ટીચર અને અન્ય સ્ટાફે તુરંત 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, મુદીત શહેરની લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો, હાલમાં સ્કૂલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે મુદીત ક્લાસમાં હતો ત્યારે અચાનક બેન્ચીસ પરથી ક્લાસમાં જ ઢળી પડ્યો. સ્કૂલ શિક્ષકોએ બેભાન થયેલ વિદ્યાર્થીને તુરંત 108 બોલાવી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. સાથે મુદીતના પિતા જેઓ સિવિલમાં જ સિક્યોરિટીમાં કામ કરતા હોઈ તેમને પણ જાણ કરી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે.

શાળામાં અચાનક વિદ્યાર્થીના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો છે. આ પહેલા પણ થોડા દિવસ પહેલા રાજકોટમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. જેમાં દેવાંશ ભાયાણી નામનો વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા ડળી પડ્યો હતો.

Advertisment

આ પણ વાંચો - વલસાડના પેટ્રોલ પંપમાંથી 10 લૂંટારુઓએ 7 લાખથી વધુની ચલાવી લૂંટ, 2ની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા મધ્ય પ્રદેશથી પણ આ રીતે વિદ્યાર્થીના હાર્ટ એટેકના સમાચાર સામે આવ્યા હતા. જેમાં સાર્થક ટિકરીયા નામના ધોરણ 12ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં ટ્રાફિક જામની સમસ્યાથી સારવાર મળતા ખુબ મોડુ થઈ ગયું અને તેનું મોત થયું હતું. તે તેના પપ્પાને કહેતો રહ્યો કે પપ્પા મને બચાવી લો, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત થયા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.

health tips ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ રાજકોટ