Rajkot Game Zone Fire Accident Live News: રાજકોટ માટે 26 મે, 2024 શનિવારનો દિવસ બહુ જ ગોઝાર રહ્યો છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાથી 27 લોકોના કરુણ મોત થયા છે. માત્ર થોડીક જ સેકન્ડમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાક થઇ ગયુ. ગેમ ઝોનની અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પળે પળેના લેટેસ્ટ અપડેટ સમાચાર
રાજકોટ ગેમ ઝોન દૂર્ઘટનામાં પોલીસ ફરિયાદ, 6 આરોપીનો ઉલ્લેખ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દૂર્ઘટનામાં પોલીસ ફરિયાદ થઇ છે. આ પોલીસ ફરિયાદમાં 6 આરોપીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ધવનભાઇ ભરતભાઇ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કીરિટસિંહ સોલંકી, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને તપાસમાં અન્ય નામ ખુલે તે વ્યક્તિઓના ઉલ્લેખ કરાયો છે.
રાજકોટ ગેમ ઝોન દૂર્ઘટનાના મૃતકોની યાદી જાહેર
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલે ગુમ લોકોની યાદી બહાર પાડી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં સામેલ વ્યક્તિઓને ગુમ થયેલા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
- નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા – 23 વર્ષ
- વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા – 44 વર્ષ
- ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા – 15 વર્ષ
- દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા – 15 વર્ષ
- સુમિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા – 45 વર્ષ
- ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ – 35 વર્ષ
- અક્ષત કિશોરભાઈ ઢોલરીયા – 24 વર્ષ
- ખ્યાતિબેન સાવલીયા – 20 વર્ષ
- હરિતાબેન સાવલીયા – 24 વર્ષ
- વિશ્વરાજસિંહ જાડેજા, 23 વર્ષ
- કલ્પેશ બગડા – 22 વર્ષ
- સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
- નીરવ રસિકભાઈ વેકરીયા – 20 વર્ષ
- સત્યપાલસિંહ જાડેજા – 17 વર્ષ
- શત્રુઘ્નસિંહ ચુડાસમા – 17 વર્ષ
- જયંત ગોરેચા
- સુરપાલસિંહ જાડેજા
- નમનજીતસિંહ જાડેજા19, મિતેશ બાબુભાઈ જાદવ – 25 વર્ષ
- ઓમદેવસિંહ ચુડાસમા – 35 વર્ષ, ભાવનગર
- વિરેન્દ્રસિંહ
- કાથડ આશાબેન ચંદુભાઈ – 18 વર્ષ
- રાજભા પ્રદીપસિંહ ચૌધણ – 12 વર્ષ
- રમેશકુમાર નસ્તારામ – બાડમેર
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
- મોનુ કેશવ ગૌર – 17 વર્ષ
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટેની સુઓમોટો, આવા ગેમ ઝોન જાહેર જનતાની સુરક્ષા સામે ખતરો
રાજકોટ અગ્નિકાંડ અંગે હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. રવિવારે રજાના દિવસે પણ ગુજરાત હાઇકોર્ટમા સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઇની ખંડપીઠે સુનાવણી કરી હતી. ખંડપીઠે ગંભીર નોંધ લેતા કહ્યું કે, આવા ગેમિંગ ઝોન જાહેર જનતાની સુરક્ષા સામે મોટું જોખમ છે. આ દૂર્ઘટનાથી અદાલતને પણ આંચકો લાગ્યો છે. ટીઆરપી ગેમ જોને જીડીસીઆરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અદાલતે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ગેમ ઝોન વિશે કેવા નિયમ છે તે અંગે સમબિશન આપવા અદાલતે આદેશ કર્યો છે.
રાજકોટ: PMO દ્વારા મતૃકોના પરિવારને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય, મોરારિ બાપુએ સહાય આપી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મતૃકોના પરિવારજનોને પીએઓ તરફથી 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે. ઉપરાંત કાથાકાર મોરારિબાપુ પણ મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાય આપશે.
SIT 3 દિવસમાં પ્રાથમિક તપાસ રિપોર્ટ રજૂ કરશે – હર્ષસંઘવી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દૂર્ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ સીટ 3 દિવસમાં પ્રાથમિક તપાસ રિપોર્ટ રજૂ કરશે. ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના સભ્યોને રાતોરાત રાજકોટ પહોંચીને તેમનું કામ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. SITની રચના કરવામાં આવી છે અને તેમાં સમાવિષ્ટ તમામ અધિકારીઓને સવારે 3 વાગ્યા સુધીમાં રાજકોટમાં રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતના તમામ ગેમ ઝોન બંધ
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ ગુજરાતના તમામ ગેમ ઝોન બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. વડોદરાના ફાયર વિભાગના અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટ કહે છે. રાજકોટ દુર્ઘટના બાદ વડોદરાના તમામ ગેમ ઝોનની તપાસ કરવામાં આવી છે. વડોદરાના તમામ ગેમ ઝોન સુરક્ષિત છે. ગુજરાત સરકારનો જ્યાં સુધી કોઇ નવો આદેશ ન આવે ત્યાં સુધી આ ગેમ ઝોન બંધ રહેશે.
રાજકોટ ગેમ ઝોન દૂર્ઘટના સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ હવે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવાન કામગીરી ચાલી રહી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર વૈભવ જોશીએ જણાવ્યું કે, આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની ઓળખ માટે મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ડીએનએ ટેસ્ટ માટેના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. કૂલ 27 મૃતકોમાં 2 બાળક છે..
સીએમ અને ગૃહ મંત્રી રાજકોટમાં, ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા છે. બંને નેતાઓએ ઘટનાસ્થળે અને હોસ્પિટલની મુલાકાત લીધી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલના યુવક પૃથ્વીરાજસિંહ જાડેજા, જે તેના બે મિત્રો સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા સાથે TRP ગેમિંગ ઝોનમાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે, આગ ગ્રાઉન્ડફ્લોરથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં પહેલા માળ સુધી ફેલાઈ ગઈ હતી. અમે બોલિંગ કરી રહ્યા હતા જ્યારે સ્ટાફના બે સભ્યો દોડી આવ્યા અને અમને કહ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી છે અને અમારે સુરક્ષિત રીતે જીવ બચાવવો જોઈએ. થોડી જ વારમાં ગેમ ઝોનના સમગ્ર પરિસર ધુમાડાથી ભરાઈ ગયું. ત્યારબાદ સ્ટાફના માણસો ભાગી ગયા હતા. પાછલા બારણેથી ભાગવાનો પ્રયત્ન કર્યો પણ ના શક્યો. મેં બહારથી પ્રકાશનો કિરણ આવતો જોયો. તેથી, મેં ટીન શીટ ખોલી અને અમે પાંચ જણ બહાર નીકળી ગયા અને પહેલા માળેથી કૂદી પડ્યા. પૃથ્વીરાજસિંહે ઉમેર્યું કે મારા બે મિત્રો વિશે કોઇ ખબર નથી.
પૃથ્વીરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી ત્યારે સ્ટ્રક્ચરના પહેલા માળે બાળકો સહિત ઓછામાં ઓછા 70 થી 80 લોકો હતા. ભોંયતળિયે કોઇ કામગીરી ચાલી રહી હતી અને ત્યાંથી આગ શરૂ થઈ.
TRP ગેમિંગ ઝોનના સ્ટાફ મેમ્બર સંતોષે જણાવ્યું હતું કે આગ શરૂ થયા પછી, તે તેની પત્ની અને તેમનો નાનો પુત્ર સુરક્ષિત છે કે કેમ તે તપાસવા માટે તેના ક્વાર્ટરમાં દોડી ગયો હતો. જ્યારે હું મારા રૂમમાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે તેનો દરવાજો તૂટેલો છે, હું મારી પત્ની અને પુત્રને ભીડમાં દોઢ કલાક પછી શોધી શક્યો સંતોષે ઉમેર્યું કે, તે TRP ગેમિંગમાં છેલ્લા 3 વર્ષથી કામ કરે છે. જ્યારે આગ ફાટી નીકળી ત્યારે પેઇન્ટ બોલ ગેમિંગ વિભાગમાં હતો.
ગેમિંગ ઝોન NOC વગર કામ કરતું હતું: રાજકોટના મેયર નયના પેઢાડિયા
રાજકોટના મેયર નયના પેઢાડિયાએ જણાવ્યું હતું કે ગેમિંગ ઝોન કે જે બે માળનો ટીન શેડ હતો તેની પાસે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહોતું.
“અમે તપાસ કરીશું કે આટલો મોટો ગેમ ઝોન ફાયર એનઓસી વિના કેવી રીતે કાર્યરત હતો અને અમે તેના પરિણામોના સાક્ષી છીએ. આ મુદ્દે કોઈ રાજનીતિ થવા દેવામાં આવશે નહીં. આ કોઈ નાની ઘટના નથી,” પેઢાડિયાએ શોધ અને બચાવ કામગીરીની દેખરેખ રાખવા માટે અકસ્માતના સ્થળે પહોંચ્યા પછી મીડિયાને જણાવ્યું હતું.
આ પણ વાંચો | રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 4 લાખની સહાય, ગેમ ઝોન માલિક સહિત ચાર અટકાયત
રાજકોટ TRP ગેમ ઝોનનો માલિક કોણ, કોની કોની અટકાયત થઈ
રાજકોટ પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, જગ્યાનો માલિકનું નામ યુવરાજસિંહ છે, જેણે જગ્યા ભાડે આપી હતી. હાલમાં પોલીસે યુવરાજસિંહ સોલંકી, ગેમ ઝોન ચલાવનાર પ્રકાશ જૈન, મેનેજર નિતીન જૈન, રાહુલ રાઠોડની અટકાયત કરી. અપડેટ માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 10 લોકોની અટકાયત કરી છે. જાણવા મળ્યું છે કે, 30-35 લોકોનો સ્ટાફ હતો, તેમની યાદી બનાવી તમામની અટકાયત કરી પુછપરછ કરવામાં આવશે.