/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Rajkot-Airport-.jpg)
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કેનોપી તૂટી પડી (Express Photo)
Rajkot International Airport canopy collapses : રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે. રાજરોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કેનોપી તૂટી પડી હતી. ટર્મિનલની બહાર પેસેન્જર પીક એપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી હતી. રાજકોટના નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ થયેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકોટની ભાગોળે આવેલા હીરાસર ગામમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (આરઆઇએ)નું ઉદ્ઘાટન કર્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમય બાદ શનિવારે ભારે વરસાદને પગલે ટર્મિનલના પેસેન્જર ડ્રોપ અને પીકઅપ એરિયામાં છતનો એક ભાગ ધરાશાયી થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને એરપોર્ટની કામગીરીને કોઈ અસર થઈ નથી.
શુક્રવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથકના ટર્મિનલ 1 ની છતનો એક ભાગ ધરાશાયી થયાના એક દિવસ પછી આ ઘટના બની છે. કારણ કે રાષ્ટ્રીય રાજધાનીમાં રેકોર્ડ વરસાદ જોવા મળ્યો હતો.
પીએમ મોદીએ 27 જુલાઈ 2023ના રોજ રાજકોટ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જુલાઈ 2023ના રોજ રાજકોટ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. નવા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ હજુ નિર્માણાધીન હોવાથી એએઆઈ દ્વારા સંચાલિત એરપોર્ટે કામચલાઉ ટર્મિનલની કામગીરી શરૂ કરી હતી.
VIDEO | Canopy collapses at the passenger pickup and drop area outside #Rajkot airport terminal amid heavy rains.
(Source: Third Party) pic.twitter.com/gsurfX2O1S— Press Trust of India (@PTI_News) June 29, 2024
જ્યારે કાયમી ટર્મિનલ મુસાફરોને સંભાળવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે તેને કાર્ગો ટર્મિનલમાં રૂપાંતરિત કરવાનું હોય છે. કામચલાઉ ટર્મિનલના પેસેન્જર પિક-અપ અને ડ્રોપ એરિયાને હેવી-ડ્યુટી ફેબ્રિક છત્ર દ્વારા આવરી લેવામાં આવે છે, જેને સ્ટીલ ફ્રેમ દ્વારા ટેકો આપવામાં આવે છે.
આ પણ વાંચો - શુક્રવારના રોજ 152 તાલુકામાં મેઘમહેર, 29 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, અમદાવાદમાં ઝાપટું
આ ઘટનાથી એરપોર્ટ પરની કામગીરીને કોઈ અસર થઈ નથી
આરઆઈએ (RIA)ના ડિરેક્ટર દિગંતા બોરાહે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે કેનોપીમાં પાણી એકઠું થયું હતું. પાણીને ડ્રેઇન કરવા માટે જાળવણીના કામ દરમિયાન કેનોપી તૂટી ગયું હતું. તપાસ પછી એક વિગતવાર અહેવાલ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે શેર કરવામાં આવશે. આ ઘટનાથી એરપોર્ટ પરની કામગીરીને કોઈ અસર થઈ નથી.
આરઆઇએને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં તે માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે કારણ કે કાયમી ટર્મિનલ પર કામ ચાલુ છે અને ઇમિગ્રેશન અને કસ્ટમ્સ સ્ટાફ તૈનાત કરવાનો બાકી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us