રાજકોટ લોકસભા ચૂંટણી પરિણામ 2024: પરષોત્તમ રુપાલાનો વિવાદ વચ્ચે પણ જંગી વિજય, પરેશ ધાનાણી હાર્યા

Rajkot Lok Sabha Election Result 2024 live updates news in Gujarati: રાજકોટ લોકસભા ચૂંટણી પરિણામ 2024, પરષોત્તમ રુપાલાએ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે 4,84,260 મતોથી વિજય મેળવ્યો

Written by Ashish Goyal
Updated : June 04, 2024 18:51 IST
રાજકોટ લોકસભા ચૂંટણી પરિણામ 2024: પરષોત્તમ રુપાલાનો વિવાદ વચ્ચે પણ જંગી વિજય, પરેશ ધાનાણી હાર્યા
રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાનો વિજય

Rajkot Lok Sabha Election Result 2024 : રાજકોટ લોકસભા ચૂંટણી પરિણામ 2024 ચોંકાવનારા છે. ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણીથી વિવાદમાં આવેલા ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ મોટી જીત મેળવી છે. રુપાલાએ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે 4,84,260 મતોથી વિજય મેળવ્યો છે. પરષોત્તમ રુપાલાને 8,57,984 વોટ મળ્યા હતા. જ્યારે પરેશ ધાનાણીને 3,73,724 વોટ મળ્યા હતા.

ક્ષત્રિય સમાજ અંગે કરાયેલી ટિપ્પણીને પગલે પરષોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યા હતા. જોકે આજે જાહેર થયેલા પરિણામમાં આ નારાજગીની અસર દેખાઇ નથી.

રાજકોટ લોકસભા ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારપક્ષમળેલ મતહાર જીત
પરષોત્તમ રુપાલાભાજપ8,57,984 જીત
પરેશ ધાનાણીકોંગ્રેસ3,73,724હાર

રાજકોટ લોકસભા સીટ પર 59. 69 ટકા મતદાન

રાજકોટ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. રાજકોટમાં કુલ 59.69 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો જસદણમાં 55.68 ટકા, રાજકોટ ઈસ્ટમાં 57.88 ટકા, રાજકોટ રુરલમાં 58.58 ટકા, રાજકોટ દક્ષિણમાં 57.80 ટકા, રાજકોટ વેસ્ટમાં 58.27 ટકા, ટંકારામાં 66.84 ટકા અને વાંકાનેરમાં 64.83 ટકા મતદાન નોંધાયું હતું.

Rajkot Lok Sabha Election Result 2024
રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાનો વિજય

2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કોંગ્રેસના લલિત કગથરા સામે 3,68,407 મતોથી વિજય થયો હતો. મોહન કુંડારિયાને 63.47 ટકા અને લલિત કગથરાને 32.65 ટકા વોટ મળ્યા હતા.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 પરિણામ, ગાંધીનગરમાં ભાજપનો 35 વર્ષથી છે દબદબો

લોકસભા ચૂંટણી રાજકોટ બેઠક પર ચૂંટાયેલા સાંસદ

  • 1952 – હિંમતસિંહજી (કોંગ્રેસ)
  • 1952 – ખંડુભાઈ દેસાઈ (કોંગ્રેસ)
  • 1962 – યુ એન ઢેબર (કોંગ્રેસ)
  • 1967 – મીનુ મસાની (સ્વતંત્ર પાર્ટી)
  • 1971 – ઘનશ્યામ ઓઝા (કોંગ્રેસ)
  • 1977 – કેશુભાઈ પટેલ (જનતા પાર્ટી)
  • 1980 – રામજીભાઈ માવાણી(કોંગ્રેસ)
  • 1984 – રમાબેન પટેલ (કોંગ્રેસ)
  • 1989 – શિવલાલ વેકરિયા (ભાજપ)
  • 1991 – શિવલાલ વેકરિયા (ભાજપ)
  • 1996 – વલ્લભ કથીરિયા (ભાજપ)
  • 1998 – વલ્લભ કથીરિયા (ભાજપ)
  • 1999 – વલ્લભ કથીરિયા (ભાજપ)
  • 2004 – વલ્લભ કથીરિયા (ભાજપ)
  • 2009 – કુંવરજી બાવળિયા (કોંગ્રેસ)
  • 2014 – મોહન કુંડારિયા (ભાજપ)
  • 2019 – મોહન કુંડારિયા (ભાજપ)

રાજકોટ લોકસભા બેઠક 09 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1ચમનભાઈ સવસાણીબસપા
2પરેશ ધાનાણીકોંગ્રેસ
3પરષોત્તમ રૂપાલાભાજપા
4નિરલભાઈ અજાગિયાઅપક્ષ
5જીગ્નેશભાઈ મહાજનઅપક્ષ
6નયન ઝાલાઅપક્ષ
7પ્રકાશ સિંધવઅપક્ષ
8ભાવેશ આચાર્યઅપક્ષ
9ભાવેશભાઈ પીપળીયાઅપક્ષ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ