/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Rajkot-TRP-Mall-Game-Zone-Fire-2.jpg)
Rajkot fire video: રાજકોટ આગ દુર્ઘટનાનો વીડિયો
Rajkot fire live video: રાજકોટ આગ દુર્ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. રાજકોટ કાલાવાડ રોડ પર સ્થિત TRP ગેમિંગ ઝોનમાં અચાનક ભીષણ આગ લાગતાં આ દુર્ઘટનામાં 9 બાળકો સહિત 26 લોકોના મોત નીપજ્યાના પ્રાથમિક અહેવાલ છે. આ આગનો વીડિયો આ દુર્ઘટનાની ભયાનકતાનો ચિતાર આપી જાય છે. આગથી ઉઠેલા ધુમાડાનો ગોટેગોટા દૂર દૂર સુધી ફેલાયા હતા.
રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમિંગ ઝોનમાં શનિવારે બપોરે એકાએક ભીષણ આગ ભડકી હતી. જેને પગલે અહીં અફરાતફરીનો માહોલ થયો હતો. અહીં ગેમ ઝોનમાં આવેલા બાળકો, વાલીઓ અને ઉપસ્થિત અન્ય લોકો કંઇ સમજે એ પહેલા જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતાં આખો વિસ્તાર આગની લપેટમાં સપડાઇ ગયો હતો.
રાજકોટમાં અગ્નિકાંડ, ગેમ ઝોન આગમાં બળીને ખાખ, લોકો જીવતા ભૂંજાયા
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ભયંકર આગ લાગવાથી મોટી સંખ્યામાં લોકો જીવતા ભૂંજાયા છે. સંપૂર્ણ ગેમ ઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું છે. ગેમ ઝોન સળગવાના ધૂમાડા દૂર દૂર સુધી દેખાતા હતા. pic.twitter.com/Ixn0k2PCTh— IEGujarati (@IeGujarati) May 25, 2024
આગ દુર્ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો રાહત બચાવ કામગીરી માટે આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો અને પ્રાથમિક તબક્કે બે બાળકોના મૃતદેહ હાથ લાગ્યા હતા. આગ શાંત થતાં ઘટના સ્થળેથી વધુ મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ આગ દુર્ઘટનામાં અત્યાર સુધી 9 બાળકો સહિત 26 લોકોના મોત નીપજ્યાનો અહેવાલ છે.
રાજકોટના કાલાવાડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ, મોટી સંખ્યામાં લોકો આગમાં જીવતા ભૂંજાયા. pic.twitter.com/P7uSPm90FB
— IEGujarati (@IeGujarati) May 25, 2024
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગની દુર્ઘટનાને પગલે ત્વરિત એક્શન લેતાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સુચના આપી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાને અગ્રતા આપવા તાકીદ કરી હતી.
READ MORE: રાજકોટ આગ દુર્ઘટના મામલે પીએમ મોદી, અમિત શાહ અને સીએમ ભુપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને એમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય જાહેરાત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us