Rajkot BJP Corporators Houses Allocation Cancel : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ કોર્પોરેટરો દેવુ જાદવ અને વાજી ગોલતરના સંબંધીઓને 23 મકાનોની ફાળવણી રદ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી યોજનાઓ હેઠળ નાગરિક સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે મકાન બાંધ્યા હતા તેની માટે કોર્પોરેટરના પરિવારજનોએ અરજી કરી હતી અને મકાનની ફાળવણી પણ કરવામાં આવી હતી. આ કેસમાં શાસક ભાજપે કોર્પોરેટરોને કારણદર્શક નોટિસો પણ પાઠવી હતી અને 48 કલાકમાં જવાબ આપવા જણાવ્યું હતું કે તેમની સામે શિસ્તભંગના પગલાં કેમ ન લેવા જોઈએ.
સત્તાધારી ભાજપે દેવુ જાદવને સિવિક બોડી એક્ટ્સ અને રૂલ્સ કમિટિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા દબાણ કર્યાના એક દિવસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે.
તમને જણાવી દઇયે કે, દેવુ જાદવ રાજકોટ મ્યનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 6ના ભાજપ કોર્પોરેટર છે. તો વાજી ગોલતાર વોર્ડ નંબર 5 માંથી ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે અને કોર્પોરેટર તરીકે તેમની આ પ્રથમ ટર્મ છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ઈન્ડિયન એકસપ્રેસને જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું કે બંને કોર્પોરેટરો સાથે સંબંધ ધરાવતા આ અરજદારો અન્ય સ્થળે પણ મિલકત ધરાવે છે અને તેથી તેઓ આરએમસી પાસેથી મકાનો મેળવવા માટે અયોગ્ય છે. ત્યારબાદ અમે 23 અરજદારોને મકાનોની ફાળવણી રદ કરવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસના નેતાઓએ ગયા અઠવાડિયે સાગરનગર, મંછાનગર અને કબીર ટેકરીની ઝૂંપડપટ્ટીમાં તેમના ઝૂંપડાઓના સ્થાને પરિવારોને વિનામૂલ્યે મકાનોની ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યા પછી આનંદ પટેલે તપાસ કરવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું કે, આ તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું કે, ફાળવવામાં આવેલા મકાનોમાંથી 23 અરજદારો અયોગ્ય છે. આ રિપોર્ટ આધારે અમે અન્ય 14 અરજદારોને મકાનોની ફાળવણી અટકાવવાનું પણ નક્કી કર્યું છે કારણ કે અમારે તેમની વિગતોને વધુ તપાસ કરવાની જરૂર છે, જો કે તે સ્પષ્ટ થયું છે કે તેઓ અન્યત્ર કોઈ મિલકતની માલિકી ધરાવતા નથી.
રાજકોટમાં સાગરનગર, મંછાનગર અને કબીર ટેકરી રાંદરડા અને લાલપરી તળાવોના પશ્ચિમ કાંઠે આવેલા છે. કોર્પોરેશનને આ તળવાનો વિકાસ કરવાની યોજના બનાવી હતી. અહીં આવેલી ઝુપડપટ્ટીના રહેવાસીઓને અન્યત્ર સારા મકાન આપવાનો નિર્ણલ લેવાયો હતો ઝૂંપડપટ્ટીના પુનર્વસન માટેની સરકારની નીતિ અનુસાર, RMCએ તેમને 1 બીએચક ફ્લેટ મફતમાં ફાળવવાનું નક્કી કર્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે 7 માર્ચે આ ઝૂંપડપટ્ટીમાંથી 193 અરજદારોને ગોકુલ નગર અને આંબાવાડીમાં વૈકલ્પિક મકાનો ફાળવવા માટેના લકી ડ્રોનું વર્ચ્યુઅલનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે લાભાર્થીઓમાં ભાજપ કોર્પોરેટર દેવુ જાદવના પતિ મનસુખ જાદવ અને તેમના નજીકના સંબંધીઓનો સમાવેશ થાય છે. જ્યારે ગોલતારના સંબંધીઓ દાવો કરે છે કે તેઓ પાત્ર નથી કારણ કે તેઓ શહેરમાં અન્યત્ર મકાનો ધરાવે છે.
મંગળવારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીએ જાદવ અને ગોલતરને કારણદર્શક નોટિસ ફટકારી છે. પ્રથમ દૃષ્ટિએ, તેઓ તેમના વર્તન માટે શિસ્તભંગના પગલાંનો સામનો કરવા માટે જવાબદાર છે. જ્યારે પ્રાથમિક આરોપો તેમના પતિ મનસુખ જાદવ અને કાવા ગોલતર સામે છે, ત્યારે બંને કોર્પોરેટરોએ તેમના પતિઓને તેઓની જેમ કામ કરવા દેવા જોઈએ નહીં. પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુસરીને, આપણે બંને કોર્પોરેટરો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવે તે પહેલાં તેમને સાંભળવાની તક આપવાની જરૂર છે. તેથી, અમે તેમને શો-કોઝ નોટિસ આપી છે, તેમને 48 કલાકની અંદર જવાબ આપવા નિર્દેશ કર્યો છે.
આ પણ વાંચો | ભાજપ ચૂંટણી પહેલા ઘણા રાજ્યોમાં મુખ્યમંત્રી બદલી ચુકી છે, સમજો કેટલો સફળ રહ્યો છે આ પ્રયોગ
આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક કથિત વિડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડક્વાર્ટરમાં એક ચેમ્બર જતો દેખાય હોય છે અને કર્મચારીની બદલી અંગે વાત કરી રહ્યો છે. અમે તે વિડિયોની પણ નોંધ લીધી છે. દોશીએ ઉમેર્યું કે, મનસુખ જાદવ અને કાવા ગોલતાર બંને પણ ભાજપના કાર્યકરો છે અને તેમની સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે.