Rajkot gaming zone Fire : રાજકોટ અગ્નિકાંડમાં ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, HCએ શું કહ્યું?

Rajkot gaming zone Fire, રાજકોટ અગ્નિકાંડ : આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા. રાજકોટની આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશને હચમચાવી દીધો છે.

Written by Ankit Patel
Updated : May 27, 2024 14:56 IST
Rajkot gaming zone Fire : રાજકોટ અગ્નિકાંડમાં ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, HCએ શું કહ્યું?
રાજકોટ TRP ગેમિંગ ઝોન આગ - Express photo

Rajkot gaming zone Fire, રાજકોટ અગ્નિકાંડ : ગુજરાતના રાજકોટમાં TRP ગેમિંગ ઝોન આગની ઘટના અંગે મોટી કાર્યવાહી કરતા વહીવટીતંત્રે 7 અધિકારો સસ્પેન્ડ કર્યા છે. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા. રાજકોટની આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશને હચમચાવી દીધો છે.

સરકારે કોને કોને સસ્પેન્ડ કર્યા?

આ અકસ્માતમાં રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારીઓ મદદનીશ ઈજનેર જયદીપ ચૌધરી અને ટાઉન પ્લાનર ગૌતમ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ વિભાગના બે અધિકારીઓ પોલીસ ઈન્સ્પેક્ટર એનઆર રાઠોડ અને પોલીસ ઈન્સ્પેક્ટર વીઆર પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ માર્ગ અને બાંધકામ વિભાગના બે અધિકારીઓ એડિશનલ એન્જિનિયર પારસ કોઠિયા અને ડેપ્યુટી એન્જિનિયર એમઆર સુમાને પણ સજા કરવામાં આવી છે.

આ અકસ્માત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે આ ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે બાદ પ્રશાસને વિવિધ વિભાગોના છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

Rajkot Game Zone Fire Accident | Rajkot Game Zone Fire | Rajkot Fire Accident
રાજકોટમાં શનિવારે ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી

એસઆઈટીનો તપાસનો ધમધમાટ

આ ઘટનાને લઈને ગુજરાત સરકારે સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 સભ્યોની SITની રચના કરી છે. એસઆઈચીની ટીમે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો હતો. ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે ત્યાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ અને ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલ રાખવામાં આવ્યું હતું. આ કારણોસર આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર ગેમિંગ ઝોન આગની લપેટમાં આવી ગયું હતું.

આ પણ વાંચોઃ- Rajkot fire live video: રાજકોટ આગ દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઘટના કેટલી ભયાનક છે એ બતાવે છે

ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને બહારથી અંદર જવા માટે 7 ફૂટનો એક જ રસ્તો હોવાથી અકસ્માત વધુ ગંભીર બન્યો હતો. ગેમ ઝોનમાં પ્રવેશ માટે 99 રૂપિયાની સ્કીમ ચાલી રહી હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા.

આ પણ વાંચોઃ- Rajkot Fire Accident News: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટેની સુઓમોટો, આવા ગેમ ઝોન જાહેર જનતાની સુરક્ષા સામે ખતરો

હાઇકોર્ટે આ મામલાની સુઓમોટો દાખલ કરી સુનાવણી હાથધરી

ગેમિંગ ઝોનની ઘટનાના કેસની સુનાવણી કરતી વખતે, ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને સુનાવણી હાથધરી હતી. કોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનો પાસેથી સ્પષ્ટતા માંગી છે. હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે આ માનવસર્જિત આપત્તિ છે. આ સાથે કોર્ટે કહ્યું હતું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ