રાજકોટમાં મંગળવારે સાંજે ગટર સફાઇ કરતી વખતે બે સફાઇ કર્મચારીનું મોત થયાની એક કરુણ ઘટના બની છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે સાંજે રાજકોટમાં સમ્રાટ ઔદ્યોગિક વિસ્તાર નજીક ગટરની સફાઈ કરતી વખતે શ્વાસ રૂંધાઈ જતા બે વ્યક્તિઓના મોત થયા છે. આ કરુણ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ કરુણ ઘટના મંગળવારે સાંજે 5:30 વાગ્યે બની હતી જ્યારે RMC દ્વારા નિમણુંક એક ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ વોર્ડ નંબર – 13માં સમ્રાટ ઔદ્યોગિક વિસ્તારના સમ્રાટ મેઈન રોડ પર એક જેટિંગ મશીન અને મિકેનાઇઝ્ડ ક્રેઇન વડે ગટરની ગટર લાઇન સફાઇ કરી હતા. મૃતકના નામ મેહુલ મેહદા (24), અફઝલ ફુફર (24) છે, જેમની પાસે આ વિસ્તારમાં ગટર સફાઇનો કોન્ટ્રાક્ટ હતો
ગટરની સફાઇ કરતી વખતે શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયાની ઘટનાની જાણ થતા રાજકોટ ફાયર-બ્રિગેડના ફાયરના જવાનો મેનહોલમાં પડ્યા અને બંને સફાઇ ક્રમીઓને બહાર કાઢીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે કમનસીબે હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, અમને બે મૃતદેહો મળ્યા છે. માહિતી મુજબ ઔદ્યોગિક વિસ્તારના મેનહોલની સફાઇ કરતી વખતે ગેસની અસરથી બંને સફાઇ કર્મચારીઓના મોત થયા છે. અમે વારંવાર કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપીએ છીએ કે ગટરોની સફાઈ કરતી વખતે કોઈએ પણ મેનહોલની અંદર પ્રવેશવું નહીં, સતત ચેતવણીઓ આપવા છતાં આવી ઘટનાઓ બને છે.”
ગટરની સફાઈ કરી રહેલા મજૂરોની ટુકડીમાં સામેલ મયુર વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, “જ્યારે અમે ગટરમાં પાણી નાખી રહ્યા હતા, ત્યારે મજૂર (મેહદુ) એ મેનહોલનું ઢાંકણું ખોલવાનો પ્રયાસ કર્યો કારણ કે તેમાંથી ગેસ નીકળ્યો હતો. બચાવવાના પ્રયાસમાં કોન્ટ્રાક્ટર દોરડા વડે મેનહોલમાં ઘૂસી ગયો હતો. પરંતુ તેને પણ ગેસની અસર થઈ અને તે બેભાન થઈ ગયો,”
મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ ઘટનાની તપાસ કરવા અને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.