Raju Bapu Controversy : કથાકાર રાજુગીરી બાપુ વિવાદ, કોળી-ઠાકોર સમાજનો વિરોધ યથાવત

Raju Bapu Controversy, Thakor Koli Samaj protest : કથાકાર રાજુ ગીરી બાપુ દ્વારા ઠાકોર કોળી સમાજ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજ્યમાં ઠેર ઠેર તેમની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, આ સિવાય અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી.

Raju Bapu Controversy, Thakor Koli Samaj protest : કથાકાર રાજુ ગીરી બાપુ દ્વારા ઠાકોર કોળી સમાજ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજ્યમાં ઠેર ઠેર તેમની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, આ સિવાય અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Raju Bapu Controversy Thakor Koli Samaj Protest

રાજુ બાપુ વિવાદ યથાવત છે, ઠાકોર અને કોળી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શ ન થઈ રહ્યા (ફોટો સોર્સ - rajubapu.in/gallery)

Raju Bapu Controversy Thakor Koli Samaj : કથાકાર રાજુ બાપુ દ્વારા કોળી-ઠાકોર સમાજ પર કથિત વિવાદાસ્પદ ટીપ્પણી બાદ ઠાકોર કોળી સમાજ દ્વારા રાજુ બાપુનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લામાં રાજુ બાપુ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજુ બાપુ દ્વારા માફી માંગ્યા બાદ પણ વિરોધ પ્રદર્શન યથાવત.

Advertisment

કથાકાર રાજુગીરી બાપુ વિવાદ શું છે?

કથાકાર રાજુ બાપુ દ્વારા વ્યાસપીઠ પરથી કથિત વિવાદાસ્પદ ટીપ્પણી કરવામાં આવી હતી, જેમાં રાજુબાપુએ કથિત રીતે ઠાકોર-કોળી સમાજને સંસ્કાર વીનાના હોવાનું ચિતરણ કર્યું હતું, સાથે ઉચ્ચકુળના લોકો ઠાકોર-કોળી સમાજમાં લગ્ન કરે તો કલંક લાગે તેવા વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યા હતા. આ કથિત ટીપ્પણી બાદ રાજ્યમાં અનેક જગ્યાઓ પર કોળી-ઠાકોર સમાજ દ્વારા સતત વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા.

કોળી-ઠાકોર સમાજને સંસ્કાર વિનાના ચિત્રણ બાદ કોળી અને ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા સોમવારે કોળી-ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકો રાજુ બાપુના અમરેલી જિલ્લાના સાવરકુંડલા રોડ સ્થિત તેમના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા, ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સિવાય બોટાદ અને રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે પણ કોળી-ઠાકોર સાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રાજુગીરી બાપુએ માંગી માફી

રાજુ બાપુએ તેમના નિવેદનને પગલે એક વીડિયો જાહેર કરી ઠાકોર અને કોળી સાજની રડતા-રડતા માફી માંગી હોવાનું સામે આવ્યું હતું. તેમણે કહ્યું, 'મારાથી જે બોલાઈ ગયું તે મારી ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે... સમાજ સાથે હું નાનો-મોટો થયો છુ, સમાજ મને માફ કરે....' આ વીડિયો બાદ પણ સમાજનો રોષ શાંત થયો ન હતો, અને ઠેર ઠેર વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

Advertisment

સરખેજ પોલીસ સ્ટેશનમાં રાજુ બાપુ સામે ફરિયાદ

ઠાકોર-કોળી સમાજ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ અમદવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં રાજુ બાપુ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધર્મેશ ઠાકોર નામના યુવકે રાજુ બાપુ સામે સમાજની લાગણી દુભાવવા બદલ ફરિયાદ નોંધાવી છે.

ઠાકોર-કોળી સમાજની શું છે માંગ

રાજુ બાપુ સામેના સતત વિરોધ વચ્ચે ઠાકોર એકતા સમિતીના પ્રમુખ નવઘણજી ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, કથાકાર રાજુ બાપુ નકલી સંત છે, સંતો આવા નિવેદનો કરે જ નહીં, તેમણે વીડિયો બનાવી માફી માંગી તે યોગ્ય નથી તેમણે સમાજની સામે આવી માફી માંગવી જોઈએ, જો તેઓ તેમ નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ઠાકોર સમાજના એક અગ્રણી સૂત્રએ કહ્યું કે, 'વ્યાસપીઠ સમાજને માર્ગદર્શન આપવા માટેનું સ્થાન છે, જ્યાં બેસી કોઈ સમાજ કે, ધર્મ પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. કોઈ કથાકાર મનફાવે તેમ બોલે તે ચલાવી લેવાશે નહીં.'

આ પણ વાંચો - ગુજરાત Heatwave આગાહી : ગરમીથી લોકો ત્રાહિમામ…, કઈ તારીખે કયા જિલ્લામાં પડશે પુષ્કળ ગરમી

તો, ઠાકોર સમાજના એક જૂથે મીડિયાને જણાવ્યું કે, અમે લોકો રાજુગીરી બાપુને 5 વર્ષ સુધી કથા ન કરવા દેવાની માંગ કરીએ છીએ, સાથે રાજુગીરી બાપુ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત