રાજ્યસભા ચૂંટણી 2024 : ગુજરાત કોંગ્રેસ એક પણ ઉમેદવાર ઉભો નહી કરે, જાણો કેમ?

રાજ્યસભા ચૂંટણી 2024 તારીખ જાહેર થઈ ગઈ છે, ગુજરાત ની ચાર બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારી નહી કરે, ભાજપ ની તમામ બેઠક પર જીત નિશ્ચિત

Written by Kiran Mehta
January 31, 2024 14:33 IST
રાજ્યસભા ચૂંટણી 2024 : ગુજરાત કોંગ્રેસ એક પણ ઉમેદવાર ઉભો નહી કરે, જાણો કેમ?
રાજ્યસભા ચૂંટણી 2024 - ગુજરાતમાં કોણ બાજી મારશે?

પરિમલ ડાભી, અદિતી રાજા | રાજ્યસભા ચૂંટણી 2024 : ગુજરાત વિધાનસભામાં 156 ની પ્રચંડ બહુમતી સાથે, ભાજપ આગામી મહિને યોજાનારી ચાર રાજ્યસભા બેઠકો માટેની આગામી ચૂંટણીમાં ચારે બેઠકો પર બિનહરીફ રીતે કબજો કરવા લગભગ તૈયાર છે.

રાજ્યસભા ચૂંટણી 2024 ? ગુજરાત કોંગ્રેસ કેમ ચૂંટણી નહી લડે

હાલમાં ચાર વિપક્ષી ધારાસભ્યોના રાજીનામા સાથે, ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 182 થી ઘટીને 178 થઈ ગઈ છે, જેનાથી શાસક પક્ષ ભાજપને વધારે તાકાત મળી છે. કોંગ્રેસે ચૂંટણીમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે કારણ કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના વડા શક્તિસિંહ ગોહિલે સ્વીકાર્યું હતું કે, “અમારી પાસે (કોંગ્રેસ) પાસે સંખ્યાબળ નથી અને તેથી ઉમેદવારો ઉભા કરવાનો કોઈ અર્થ જ નથી.”

રાજ્યસભા ચૂંટણી : ગુજરાત માં કયા ચાર સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો

ભારતના ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી કે, ભારતમાં રાજ્યસભાની ખાલી પડેલી 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. આ અંતર્ગત ગુજરાતમાં રાજ્યસભાના ચાર સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા ભાજપના રાજ્યસભાના સભ્યો છે, જ્યારે અન્ય બે બેઠકો કોંગ્રેસના નેતા અમી યાજ્ઞિક અને નારણ રાઠવા પાસે છે.

Rajyasabha Election 2024 Gujarat
રાજ્યસભા ચૂંટણી 2024 : ગુજરાતમાં રાજ્યસભાના આ ચાર સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ

ડિસેમ્બર 2022 ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને અભૂતપૂર્વ બહુમતી હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસે માત્ર 17 બેઠકો જીતી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) રાજ્યમાં તેની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતી હતી. તો ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. જો કે, ચૂંટણીના એક વર્ષ કરતાં થોડો વધુ સમય પછી, ચાર ધારાસભ્યો – બે કોંગ્રેસના, એક AAP અને એક અપક્ષ ધારાસભ્યએ – પહેલેથી જ રાજીનામું આપી દીધું છે. ચાર રાજીનામા સાથે ગુજરાત વિધાનસભાના કુલ ધારાસભ્યોની સંખ્યા 182 થી ઘટીને 178 થઈ ગઈ છે.

આ પણ વાંચોExplained: રાજ્યસભા ચૂંટણી| રાજ્યસભાના સાંસદો કેવી રીતે ચૂંટાય છે? મતદાન શા માટે મહત્ત્વનું છે?

રાજ્યસભા ચૂંટણી માટે કેટલા મત જરૂરી

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારે રાજ્ય વિધાનસભામાં ઓછામાં ઓછા 36 મત મેળવવા જરૂરી હોય છે. તમને જણાવી દઈએ કે, ઉમેદવારી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ