rape victim abortion demand case : ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં એક સગીર બળાત્કાર પીડિતાએ 29 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સમીર દવેએ બુધવારે સગીર બળાત્કાર પીડિતા દ્વારા તેની 29 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે, અગાઉ છોકરીઓના નાની ઉંમરે લગ્ન કરવામાં આવતા હતા અને 17 વર્ષની ઉંમર પહેલા સંતાનો થતા હતા. ન્યાયાધિશે એવું પણ સૂચન કર્યું કે, અરજદારના વકીલે મનુસ્મૃતિ વાંચવી જોઈએ.
શું છે મામલો?
બળાત્કાર પીડિતા 16 વર્ષ અને 11 મહિનાની વયની છોકરીએ આ મહિનાની શરૂઆતમાં તેના પિતા મારફત હાઇકોર્ટમાં અરજી કરી હતી. 16 ઓગસ્ટની અપેક્ષિત ડિલિવરી તારીખ અને 1 કિલોથી વધુ વજન ધરાવતા ગર્ભ સાથે, અરજદારના વકીલે 7 જૂનના રોજ ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માંગ કરી હતી.
કોર્ટે શું કહ્યું?
ન્યાયાધિશે અરજદારના વકિલને કહ્યું આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. તમે તમારી દાદી કે માતાને પુછો, પહેલાના સમયમાં 14-15 વર્ષે લગ્ન થઈ જતા હતા અને 17 વર્ષે બાળકનો જન્મ પણ થતો હતો, મનુસ્મૂતિ વાંચવું જોઈએ. કોર્ટે, રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને હાડકાંની તપાસ કરીને બાળકીની તાત્કાલિક તબીબી તપાસ કરવા આદેશ આપ્યો હતો, ત્યારે મૌખિક રીતે જણાવ્યું હતું કે, જો ડોકટરોને બાળકી અને ગર્ભ બંને સ્વસ્થ જણાય તો તે ગર્ભપાત માટે કોઈ આદેશ પસાર કરશે નહીં.
આ પણ વાંચો – સુરત: રત્ન કલાકાર પરિવારના ચાર સભ્યોએ આપઘાતનો કર્યો પ્રયાસ, પુત્ર-પુત્રી અને માતાનું મોત, પિતાની હાલત ગંભીર
કોર્ટે શું અવલોકન કર્યું, શું છે ચિંતા?
અરજદરના વકિલે દલિલ કરી હતી કે, ચિંતા છોકરી અને તેની ઉંમર વિશે વધુ છે. “જો તેણી 20 કે 20 પ્લસ હોત, તો તે એક અલગ દૃશ્ય હોત.”. આ સાથે કોર્ટે એ ચિંતા વ્યક્ત કરી હતી કે, પીડિતા બાળકને જન્મ આપશે ત્યારબાદ બાળકને ઉછેરવાની જવાબદારી કોણ લેશે? સરકાર પાસે તેને ઉછેરવાની કોઈ સ્કિમ છે કે નહીં? આવા બાકને કોઈ દત્તક લેવા તૈયાર છે કે નહીં? આ બાબતે માહિતી માંગી હતી, અને સુનાવણી માટે મામલો 15 જૂન માટે મુલતવી રાખ્યો હતો.





