Rathyatra 2023 : અમદાવાદમાં મંગળવારે રણછોડરાય નીકળશે નગરચર્ચાએ, AMTS અને BRTS બસોના રૂટમાં થયા ફેરફાર, અહીં વાંચો

Ahmedabad Rathyatra 2023, AMTS BRTS rute : રથયાત્રાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદની ધમની એવી એએમટીએસ બસ વ્યવસ્થા ન ખોરવાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોર્પોરેશન સંચાલીત સીટી બસ તેમજ બીઆરટીએસના રૂટ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Ahmedabad Rathyatra 2023, AMTS BRTS rute : રથયાત્રાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદની ધમની એવી એએમટીએસ બસ વ્યવસ્થા ન ખોરવાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોર્પોરેશન સંચાલીત સીટી બસ તેમજ બીઆરટીએસના રૂટ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Rathyatra 2023, AMTS BRTS rute, AMTS time table, BRTS time table

રથયાત્રા દરમિયાન એએમટીએસ-બીઆરટીએસ રૂટમાં ફેરફાર

Rathyatra 2023 in Ahmedabad, AMTS-BRTS time table : ગુજરાત સહિત દેશમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. અમદાવાદમાં પણ વર્ષોથી ચાલતી પરંપરા યથાવત રહેશે. મંગળવારે 20 જૂન 2023ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. રથયાત્રાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદની ધમની એવી એએમટીએસ બસ વ્યવસ્થા ન ખોરવાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોર્પોરેશન સંચાલીત સીટી બસ તેમજ બીઆરટીએસના રૂટ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 122 રૂટ પર એએમટીએસની 500 બસ દોડાવાશે જ્યારે 68 રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બીઆરટીએસના 5 રૂટ પર બસ સેવા બંધ રહેશે અને ચાર રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Advertisment

બીઆરટીએસ અને એમએમટીએસ બસના રૂટમાં ફેરફાર

મંગળવારે યોજાનારી રથયાત્રાથી અન્ય શહેરીજનોને પરિવહનમાં મુશ્કેલીઓ ન પડે તે માટે એએમટીએસ અને બીઆરટીએસ સેવામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જમાલપુરથી નીકળનારી રથયાત્રાના પગલે દિલ્હી દરવાજાથી કાલુપુર સ્ટેશન જવા માટે મુસાફરોને 10 મિનિટની ફ્રીકવન્સીના આધારે બસ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે.

  • રુટ નંબર - 4 : નરોડા ગામથી ઇસ્કોન ચાર રસ્તા રૂટ
  • રૂટ નંબર - 11 : એસ.પી. રીગ રોડથી એલ.ડી એન્જીકોલેજ
  • રૂટ નંબર -101 : એરપોર્ટથી મણિનગર રૂટ નં 1864. આરટીઓ સરક્યુલર
  • રૂટ નંબર - આરટીઓ એન્ટીસરક્યુલર

કયા કયા રૂટમાં થયો ફેરફાર

  • ઓઢવ એસ.પી.રીંગ રોડથી ભાડજ સર્કલ રૂટ નંબર 2ના બદલે ભાડજ સર્કલથી સરકારી લિથો પ્રેસ, ઓઢવ એસ.પી. રીંગ રોડથી કાલુપુર રેલવે સ્ટેશન
  • ઝુંડાલ સર્કલથી નારોલ રૂ. 7ના બદલે નારોલથી કાલુપુર રેલવે સ્ટેશન, ઝુંડાલ સર્કલથી સરકારી વિશે પ્રેસ. વાયા વિશ્વકર્મા એન્જ કોલેજ.
  • મણિનગરથી ગોતા વસંતનગર ટાઉનશિપ રૂટ નં 9ના બદલે ગોતા વસંતનગર ટાઉનશિપથી એલડી એન્જી.કોલેજ
  • નરોડા ગામથી સાણંદ સર્કલ રૂટ નં. 14ના બદલે આણંદ સર્કલથી દાણીલીમડા ચાર રસ્તા
Advertisment

બીઆરટીએસ બસ સેવા બંધ રહેશે

સિવિલ હોસ્પિટલ, એએમસી દાણાપીઠ, વસુંધરા સોસાયટી, નરોડા ફ્રૂટ માર્કેટ, દિલ્હી દરવાજા, લોકમાન્ય તિલક બાગ, જીસીએસ હસ્પિટલ, મેમ્કો ક્રોસ રોડ મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, પ્રેમ દવાજા, અરવિંદ મિલ, કાલુપુર ઘી બજાર, એમ.જે. લાઇબ્રેરી, લો ગાર્ડન જીનિંગ પ્રેસ.

અમદાવાદ ગુજરાત ટ્રેન્ડિંગ ન્યૂઝ રથયાત્રા