Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રા માટે 23 હજારથી વધુ સરક્ષા કર્મી તૈનાત, 20 ડ્રોન અને 1400 CCTV કેમેરા રાખશે બાજનજર

Ahmedabad Rath Yatra 2024: અમદાવાદમાં 147મી રથયાત્રા 2024 માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાથરસ નાસભાગ ઘટના બાદ અમદાવાદ પોલીસ પણ સતર્ક છે. જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા

Written by Ajay Saroya
July 04, 2024 18:30 IST
Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રા માટે 23 હજારથી વધુ સરક્ષા કર્મી તૈનાત, 20 ડ્રોન અને 1400 CCTV કેમેરા રાખશે બાજનજર
Ahmedabad Rath Yatra 2024: અમદાવાદમાં 7 જુલાઇ, 2024ના રોજ 147મી રથયાત્રા નીકળશે. (Express Photo)

Ahmedabad Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રા 2024 માટે તૈયારીઓ ચાલી રહી છે. અષાઠ બીજ તિથિના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. આ વખતે 7 જુલાઇના રોજ અમદાવાદ અને જગન્નાથ પુરી સહિત દેશભરમાં રથયાત્રા યોજાશે. ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગની ઘટના બાદ અમદાવાદની 147મી રથયાત્રાને લઇ વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનિય છે કે, અમદાવાદની રથયાત્રા ભારત સહિત દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ રથયાત્રા જોવા ગુજરાત સહિત દેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અમદાવાદ આવે છે.

16 કિમીની રથયાત્રા પર 1400 સીસીટીવી કેમેરા અને 20 ડ્રોન બાજનજર રાખશે

અમદાવાદની રથયાત્રાનો રૂટ 16 કિમી છે. જમાલપુર સ્થિત જગદીશ મંદિર થી સરસપુર અને કાલપુર થી શાહપુર થઇ નિજ મંદિર સુધીના તમામ રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના 16 કિમીના રૂટ પર 1400 સીસીટીવી કેમેરા અને 20 ડ્રોન વડે બાજ નજર રાખવામાં આવશે.

Rath Yatra | Ahmedabad Rath Yatra 2024 | Rath Yatra 2024 Ahmedabad | jagannath mandir Ahmedabad
Ahmedabad Jagannath Mandir: અમદાવાદનું જગન્નાથ મંદિર 460 વર્ષનો ઈતિહાસ ધરાવતું પ્રસિદ્ધ મંદિર છે. (Image: jagannathjiahd.org)

રથયાત્રા 2024: 12600 પોલીસ કર્મચારી તૈનાત

અમદાવાદમાં 147મી રથયાત્રા માટે દર વર્ષની જેમ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે કૂલ 12600 પોલીક કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જેમા ડીજી, આઈડીજી, આઈજી અને ડીઆઈજી ક્રેડરના અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 5 અધિકારી ઉપરાંત ડીજી કચેરીના 4 અધિકારી સહિત કુલ 9 ઉચ્ચ પોલીસ અધિકારી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હશે. 9250 કોન્સ્ટેબલ સ્ટાફ અને ડીજી કચેરીના 2300 સ્ટાફ સહિત કુલ 12600 પોલીસ કાફલો રથયાત્રાની સુરક્ષા કરશે.

રથયાત્રા 2024: 10 એસઆરપી કંપની સહિત કુલ 11000 અન્ય સહાયક દળના જવાન

અમદાવાદની 147મી રથયાત્રા ની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ કર્મચારી ઉપરાંત 10 એસઆરપી કંપની ઉપરાંત ડીજી કચેરીની 20 કંપની ઉપરાંત કુલ 30 કંપની તૈનાત કરવામાં આવશે. આરએએફની 3 કંપની, આઈટીબીપીની 2 કંપની, સીઆઈએસએફની 2 કંપની અને બીએસએફની 4 કંપની સહિત કુલ CAPFની 11 કંપની ખડકવામાં આવશે. ઉપરાંત ચેતક કમાન્ડોની 3 હીટ, માઉન્ટેડ પોલીસ શહેરના 20 અને ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 50 સાથે કુલ 70 ટીમ હશે. આમ રથયાત્રામાં 11000 અન્ય સહાયક દળના જવાનો ખડે પગ રહેશે.

આ પણ વાંચો | પુરી જગન્નાથ રથયાત્રા 2 દિવસની રહેશે, 53 વર્ષ પછી બન્યો અદ્ભૂત સંયોગ, જાણો ત્રણ રથો વિશે

રથયાત્રા 2024: 15 સ્નીફર ડોગ, 17 વજ્ર વાહન, 7 વોટર કેનન

અમદાવાદની રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કમી રાખવામાં આવી નથી. 15 ક્યુઆરટી ટીમ, 15 સ્નીફર ડોગ, 17 વજ્ર વાહન, 7 વોટન કેનન (વરુણ) અને 8 LATC વ્હીકલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વ્હીકલ તૈનાત કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ