Kunal Kamra dig on Ravindra Jadeja : ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની (Ravindra Jadeja wife) રીવાબા જાડેજા (Rivaba Jadeja), ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માં જામનગર ઉત્તર બેઠક (Jamnagar North seat) પરથી ની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા (Nayanaba Jadeja) કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેમણે રીવાબા જાડેજા સામે પણ પ્રચાર કર્યો હતો.
આ અંગે કોમેડિયન કુણાલ કામરાએ રવિન્દ્ર જાડેજાને મેણા-ટોણા મારતા કહ્યું કે, હવે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર નિવૃત્તિ બાદ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાશે. તેણે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીર પર પણ નિશાન સાધ્યું છે.
આ પણ વાંચો – પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો – ક્યાં કેટલા વાગે પહોંચશે, જુઓ રૂટ મેપ
કુણાલ કામરાનું રવિન્દ્ર જાડેજા પરનું ટ્વિટ (Kunal Kamra Tweet on Ravindra Jadeja)
રવિન્દ્ર જાડેજા પર કટાક્ષ કરતા કુણાલ કામરાએ ટ્વીટ કર્યું, “સાચે જ વિશ્વનો મહાન ઓલરાઉન્ડર. પત્ની રીવાબા જાડેજા ભાજપની ટિકિટ પર લડી રહ્યાં છે, બહેન નયનાબા જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યાં છે અને મને ખાતરી છે કે નિવૃત્તિ પછી રવિન્દ્ર જાડેજા આપમાં (AAP) જોડાશે.”
કુણાલ કામરાએ ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું
કુણાલ કામરાએ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)ના બહાને નિશાન સાધ્યું. જોકે, તેણે ધોની (MSD)નું નામ લીધું ન હતું. તેમણે ટ્વીટ કર્યું, “ગૌતમ ગંભીરે 10 વર્ષ એવું કહેતા વિતાવ્યા કે એક જ વ્યક્તિને બધો શ્રેય ન મળવો જોઈએ, આ એક ટીમનો પ્રયાસ છે અને પછી ભાજપમાં જોડાઈ ગયા.”
આ પણ વાંચો – પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો – ક્યાં કેટલા વાગે પહોંચશે, જુઓ રૂટ મેપ
કુણાલ કામરા મહેન્દ્ર સિંહ ધોની તરફ ઈશારો કરી રહ્યો હતો
વર્ષ 2007 T20 વર્લ્ડ કપ (2007 T20 World Cup) અને ODI વર્લ્ડ કપ 2011 (ODI World Cup 2011) ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની)ની કપ્તાની હેઠળ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને આ માટે ઘણી પ્રશંસા મળી હતી. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર કહેતા રહ્યા કે વર્લ્ડ કપ જીતવાનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન આપવો જોઈએ. આનો શ્રેય આખી ટીમને મળવો જોઈએ. કુણાલ કામરા આ વાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. અન્ય એક ટ્વિટમાં કુણાલ કામરાએ કહ્યું કે, “ડિનર ટેબલ પર રાજનીતિ, ધર્મ અને બંધારણ પર ચર્ચા ન કરો.”