/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Red-Alert-in-Gujarat-15th-and-16th-July-2024.jpg)
ગુજરાતમાં સોમવાર અને મંગળવાર માટે વરસાદનું રેડ એલર્ટ (ફોટો - એક્સપ્રેસ)
Gujarat Rain Forecast - IMD Red Alert : ગુજરાતમાં ચોમાસુ શરૂ થયું ત્યારથી મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. ત્યારે આજે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ મચાવી રહ્યા છે. સુરતના ઉમરપાડામાં 14 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો ભરૂચના નેત્રંગમાં પણ સાત ઈંચ થી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ બધા વચ્ચે હવામાન વિભાગની તાજેતરની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો આવતીકાલ માટે 10 જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આજ અને આવતી કાલ ભારે - વરસાદ અનેક જિલ્લામાં જળબંબાકાર સર્જી શકે છે
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, સુરતના ઉમરપાડામાં 14 ઈંચથી વધુ અને ભરૂચના નેત્રંગમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા નદી, નાણા છલકાઈ ગયા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક ગામો જાણે સંપર્ક વિહોણા બન્યા છે. નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે આવતીકાલ મંગળવારે પણ મેઘરાજા રાજ્યના 10 જિલ્લામાં મેઘતાંડવ કરી શકે છે. તો જોઈએ હવામાન વિભાગે કયા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આજે કયા જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગ અનુસાર, આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rain-Forecast-in-Gujarat-15-July-2024.jpg)
સોમવારે આ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ
આ સિવાય આજે 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ડાંગ, તાપી, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહિસાગર, ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો અન્ય બાકીના કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મંગળવારે આ 10 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે મંગળવારના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા 10 જિલ્લાને રેડ એલર્ટ આપ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ થઈ શકે છે. તો મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rain-Forecast-in-Gujarat-16-July-2024.jpg)
આવતીકાલ ક્યા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ
આવતીકાલે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો, 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ ઓરેન્જ એલર્ટ જિલ્લાઓની વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો યલો એલર્ટ મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાઠાં, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us