Reliance mall fire in Jamnagar: ગુજરાતના જામનગરના મોતી ખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. જ્વાળાઓ આખા સંકુલમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જામનગર જિલ્લાના અધિકારીઓ અને ફાયર વિભાગ આરઆઈએલના ફાયર ટેન્ડરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે. આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી, તેના કારણોની તપાસ કરવામાં આવશે.
રિલાયન્સ મોલ આગ : 30થી વધારે ફાયર ફાઇટરની મદદથી આગને કાબૂમાં લેવાઈ
જામનગરના મોટી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં લાગેલી ભયંકર આગને વહેલી સવારે 30થી વધારે ફાયર ફાઇટરની મદદથી કાબૂમાં આવી ગઈ હતી ત્યાર બાદ જામનગરની ફાયરબ્રિગેડને વહેલી સવારે 5:00 વાગ્યે ત્યાંથી છૂટી કરવામાં આવી હતી. આગ એટલી ભયંકર હતી કે જે જગ્યાએ મોલ હતો એ આખો બળીને ખાખ થઈ ગયો છે. મોલમાં હવે માત્ર થોડું ફેબ્રિકેશનનો કાટમાળ જ વધ્યો છે અને એમાંથી પણ હજી ધુમાડો નીકળી રહ્યા છે.
રિલાયન્સ મોલ આગ : આજુ બાજુના બિલ્ડિંગ ખાલી કરાવાયા
રિલાયન્સ મોલમાં આગ લાગતાંની સાથે જ બાજુના બિલ્ડિંગમાં આવેલા સિનેમા હોલમાં મૂવી ચાલી રહ્યું હતું, જેમાં 15 જેટલા લોકો આવ્યા હતા અને 13 જેટલો સ્ટાફ સિનેમા ઘરની અંદર હતો. કુલ મળીને 28થી વધુ લોકો હતા. તેમને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચોઃ- Today Weather Updates, આજનું હવામાન : ગુજરાતમાં ફરીથી ઠંડી વધી, ઉત્તર ભારતમાં કેવી છે સ્થિતિ? આજે કેવું રહેશે હવામાન?
50 જેટલા લોકોનું સ્થળાંતર
ગુજરાતના જામનગર જિલ્લાના જામનગર રિફાઈનરી ટાઉનશીપની અંદર મોતી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા 50 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સુત્રોએ જણાવ્યું હતું કે આ આગ જે મોલને લગભગ બળીને ખાખ થઈ ગઈ હતી તે શુક્રવારે છ કલાક પછી સવારે 4 વાગ્યા સુધીમાં કાબૂમાં આવી હતી.
હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી
“અમને રાત્રે 10 વાગ્યે આગ વિશે ફોન આવ્યો હતો. અંદાજે 20 ફાયર ટેન્ડરોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. આગનું કારણ જાણવા તપાસ ચાલુ છે. આગમાં મોલમાં રહેલા ફર્નિચરને લપેટમાં લીધું હતું,” પ્રાદેશિક ફાયર ઓફિસર (રાજકોટ) અનિલ મારુએ જણાવ્યું હતું. જામનગર ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના બની ત્યારે મોલ બંધ હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે “જામખંભાળિયામાં જામનગર હાઇવે પર 1-2 કિમી સુધી ટ્રાફિક જામ હતો કારણ કે મોલ હાઇવેની નજીક છે. સવારે 1 વાગ્યા સુધીમાં પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી પરંતુ ઠંડક અને વેન્ટિલેશન પ્રક્રિયા સવારે 4 વાગ્યા સુધી ચાલી હતી.





