Gujarat weather winter news, IMD forecast : ઉત્તર ભારતમાં હિમવર્ષા પડી રહી છે. જેના કારણે લોકોને મુશ્કેલીઓ વધી છે. કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષાથી માર્ગ અને હવાઇ પરિવહન ઉપર અસર થઈ હતી. બીજી તરફ ગુજરાતમાં પણ કોલ્ડ વેવના કારણે લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં 5.8 ડિગ્રી સેલ્સિય લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું. 17.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઓખા ગુજરાતનું ગરમ શહેર નોંધાયું હતું. ગુરુવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં કોલ્ડવેવના કારણે લોકો ઠુંઠવાયા
ગુજરાતમાં ગુરુવારે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર ભારતમાં પડેલા બરફના પગલે ગુજરાતમાં પણ શીતલહેર ફરીવળી છે. સાથે જ ગુજરાતમાં કોલ્ડવેવના કારણે લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં 5.8 ડિગ્રી સેલ્સિય લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું. 17.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઓખા ગુજરાતનું ગરમ શહેર નોંધાયું હતું. ગુજરાતના વિવિધ શહેરોમાં સરેરાશ તાપમાન 9 ડિગ્રીથી 12 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે.
ગુજરાતમાં બુધવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઇ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 25.4 | 10.4 |
ડીસા | 23.6 | 9.8 |
ગાંધીનગર | 24.8 | 9.2 |
વલ્લભ વિદ્યાનગર | 24.9 | 9.5 |
વડોદરા | 26.6 | 11.0 |
સુરત | 26.4 | 14.8 |
વલસાડ | 26.0 | 12.0 |
દમણ | 24.6 | 14.8 |
ભુજ | 24.6 | 9.7 |
નલિયા | 23.4 | 5.8 |
કંડલા પોર્ટ | 24.5 | 11.0 |
કંડલા એરપોર્ટ | 23.8 | 10.3 |
ભાવનગર | 25.5 | 12.0 |
દ્વારકા | 24.3 | 14.1 |
ઓખા | 22.8 | 17.5 |
પોરબંદર | 26.1 | 9.0 |
રાજકોટ | 25.6 | 8.7 |
વેરાવળ | 26.6 | 12.4 |
દીવ | 27.3 | 9.9 |
સુરેન્દ્રનગર | 25.7 | 9.9 |
મહુવા | 00 | 10.6 |
ઉત્તર ભારતના આ રાજ્યોમાં આવનારા 24 કલાકમાં ભારે હિમવર્ષાની શક્યતા
ઉત્તર ભારતમાં બરફ અને વરસાદ એટલો તીવ્ર હતો કે વિઝિબિલિટી ઘટીને 500 મીટર થઈ ગઈ હતી. જેના કારણે બુધવારે ઘાટીમાં ફ્લાઈટ સેવાઓને અસર થઈ હતી. આગામી 24 કલાકમાં તે વધુ વેગ પકડે તેવી શક્યતા છે. ત્યાર બાદ વરસાદ ઓછો થશે. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. વિભાગે કહ્યું કે આ 24 કલાકમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એક કે બે જગ્યાએ કરા પડી શકે છે.
ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં વરસાદની શક્યતા
ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં કેટલાક સ્થળોએ અને દિલ્હીમાં એક કે બે જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે. 26 જાન્યુઆરીથી આ વિસ્તારોમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. બુધવારે કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ હિમવર્ષા નોંધાઈ હતી, જ્યારે ઉચ્ચ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી. જેમ જેમ દિવસ આગળ વધે તેમ વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટની અવરજવરમાં વિલંબ થયો હતો.
ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ અને કાશ્મીર પર છે. તાજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 27 જાન્યુઆરીની રાત સુધીમાં પશ્ચિમ હિમાલય સુધી પહોંચશે.
કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ છે. દરમિયાન, ખીણમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.2 ડિગ્રી સેલ્સિયસ હતું. ગુરુવારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો હિમવર્ષા અથવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કાશ્મીર ઘાટીમાં પણ શીત લહેર યથાવત રહેશે.
રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી
તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોમાં રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28-29 જાન્યુઆરીએ રાજસ્થાનમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની અસર હેઠળ બંને દિવસે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હિમાચલ પ્રદેશના 265 રસ્તાઓ બંધ કરાયા હતા
હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ, ચંબા, કિન્નૌર, શિમલા અને કુલ્લુ જિલ્લામાં તાજી હિમવર્ષાએ 265 રસ્તાઓ બંધ કરી દીધા હતા, જ્યારે રાજ્યના અન્ય ઘણા ભાગોમાં બુધવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થયો છે. કેલોંગ રાજ્યનું સૌથી ઠંડું સ્થળ હતું જ્યાં રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 4.7 ડિગ્રી સેલ્સિયસ હતું.