પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત, ગુજરાતના 11 પોલીસકર્મીને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરાશે

President Medals in Gujarat : રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી. રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને પોલીસ ભવન ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ચુડાસમાની વિશિષ્ટ સેવા પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી

Written by Ashish Goyal
January 25, 2025 20:59 IST
પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત, ગુજરાતના 11 પોલીસકર્મીને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરાશે
રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 11 પોલીસકર્મીને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરાશે

11 Policemen Selected for President Medals in Gujarat : રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 11 પોલીસકર્મીને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરાશે. રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને પોલીસ ભવન ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ચુડાસમાની વિશિષ્ટ સેવા પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

દેશના 942 જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. જેમાં 95 જવાનોને વીરતા પદક, 101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 જવાનોને સરાહનીય સેવા માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે

ગુજરાતના 11 પોલીસકર્મીની શૌર્ય-સેવા મેડલ માટે પસંદગી

  • બ્રજેશકુમાર ઝા. (IPS) અધિક પોલીસ મહાનિદેશક – પોલીસ કમિશ્નર, રાજકોટ શહેર
  • દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમા, નાયબ પોલીસ અધિક્ષક – પોલીસ મહાનિદેશકની કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર
  • નિલેશ જાજડીયા, (IPS) પોલીસ મહાનિરીક્ષક – પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢ
  • ચિરાગ કોરડીયા, (IPS) પોલીસ મહાનિરીક્ષક – પોલીસ મહાનિરીક્ષક, સરહદી વિભાગ, કચ્છ-ભુજ
  • અશોકકુમાર રામજીભાઇ પાંડોર, હથિયારી નાયબ પોલીસ અધિક્ષક – રા.અ.પો.દળ જુથ-15ની કચેરી, ઓ.એન.જી.સી. મહેસાણા
  • દેવદાસ ભીખાભાઇ બારડ, હથિયારી નાયબ પોલીસ અધિક્ષક – રા.અ.પો.દળ જુથ-18ની કચેરી, એકતાનગર, નર્મદા
  • બાબુભાઇ જેઠાભાઇ પટેલ, બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર – અધિક પોલીસ મહાનિદેશકની કચેરી, એ.ટી.એસ. અમદાવાદ શહેર

republic day 2025
ગુજરાતના 11 પોલીસકર્મીની શૌર્ય-સેવા મેડલ માટે પસંદગી કરવામાં આવી

આ પણ વાંચો – નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનું પર્ફોમન્સ શરૂ, ગ્રાઉન્ડ હાઉસફુલ

  • હિરેનકુમાર બાબુલાલ વરણવા, હથિયારી એ.એસ.આઇ. – પોલીસ અધિક્ષકની કચેરી, જામનગર
  • હેમાંગકુમાર મહેશકુમાર મોદી, અનાર્મ હેડ કોન્સ્ટેબલ – પોલીસ કમિશ્નરની કચેરી, અમદાવાદ શહેર
  • મુકેશકુમાર આનંદપ્રકાશ નેગી, એ.આઇ.ઓ – અધિક પોલીસ મહાનિદેશકની કચેરી. (ઈન્ટે) ગુ.રા ગાંધીનગર (વડોદરા રીજીયન)
  • સુરેન્દ્રસિંહ દિલીપસિંહ યાદવ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ