Gujarat rain forecast : નવરાત્રી પર વરસાદનું જોખમ? ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન નિષ્ણાંતો નવરાત્રીમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે. અત્યારે પણ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન નિષ્ણાંતો નવરાત્રીમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે. અત્યારે પણ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Navratri rain

નવરાત્રીમાં વરસાદનો ખતરો - Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: નવરાત્રી એકદમ નજીક આવી ગઈ છે ત્યારે વરસાદ ગુજરાતમાંથી જવાનું નામ નથી લઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંતો નવરાત્રીમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે. અત્યારે પણ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. જોકે, વરસાદ પડવાનો વિસ્તાર ઓછો થયો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજના બુધવારના દિવસની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ,તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે.

રાજ્યમાં અહીં પડશે છૂટોછવાયો વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

આ ઉપરાંત તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment

આ પણ વાંચોઃ- આ નવરાત્રીમાં ‘સૈયર’ના ગરબામાં ખાસ આયોજન, ગામડાની થીમ સાથે ઓસ્માન અને આમીર મિર ખેલૈયાઓને કરાવશે મોજ

અમદાવદામાં કેવું રહેશે હવામાન?

હવામાન વિશે માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 17 સપ્ટેમબર 2025ના રોજ અમદાવાદના આકાશમાં 86 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ નહિંવત છે. આ ઉપરાંત અમદાવાદમાં પવનની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી શક્યતા છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત