/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Gujarat-Road-Accident.jpg)
રોડ અકસ્માત (પ્રતિકાત્મક તસવીર)
Gujarat Accident : ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ રોજ રોજે સામે આવી રહી છે. દોડધામ ભરી જિંદગી અને ઉતાવળને પગલે ક્યાંક ખરાબ રોડ, તો ક્યાંક બેફામ સ્પીડના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે. આજે અમદાવાદમાં એક યુવતીને કાર ચાલક મહિલાએ ફંગોળતા યુવતી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. તો પાટણ જિલ્લામાં શંખેશ્વર નજીક બે કાર અને પીકપ ડાલુ અથડાતા આગમાં બે લોકોના ભૂંજાઈ જતા મોત થયા છે.
પાટણ: શંખેશ્વર-પંચાસર-દસાડા રોડ પર અકસ્માત, વાહનોમાં આગ, બેના મોત
સૌપ્રથમ પાટણ જિલ્લાના અકસ્માતની વાત કરીએ તો, શંખેશ્વરથી પંચાસર દસાડા રોડ પર બે વાહન વચ્ચે જબરદસ્ત ટક્કર બાદ વાહનમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેમાં કારમાં સવાર બે લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા અને ઘટના સ્થળ પર જ મૃત્યું પામ્યા હતા.
પોલીસ અનુસાર, વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ શંખેશ્વર પંચાસર દસાડા રોડ પર પીકઅપ ડાલુ અને વેગનાર કાર વચ્ચે કોઈ કારણોસર ટક્કર થઈ ગઈ હતી, અને બંને વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં પીકઅપ ડ્રાઈવર બચવામાં સફળ રહ્યો હતો, પરંતુ કારમાં સવાર બે લોકો આગમાં 70 ટકા જેટલા ગંભીર રીતે દાઝી ગયા હતા.
સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી, લોકોએ પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં બે લોકો ગંભીર રીતે દાઝી જતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા. પોલીસે બોડીને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
અમદાવાદ : શિવરંજની ચાર રસ્તા પાસે કારની ટક્કરે યુવતી ઢસડાઈ, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી
આ બાજુ અમદાવાદમાં એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. જેમાં 132 ફૂટ રીંગ રોડ પર શિવરંજની વિસ્તારમાં કેશવબાગ આસોપાલવ ચાર રસ્તા પાસે એક કારની ટક્કરે એક્ટિવા પર રહેલી યુવતી ફંગોળાઈ રોડ પર પટકાઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે યુવતી 40-50 ફૂટ જેટલી ઢસડાઈ હતી. યુવતીના શરૂરમાંથી લોહીની ધાર વહી ગઈ હતી.
યુવતી રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન થઈ ગઈ હતી. મહિલા કાર ચાલક પણ આ અકસ્માતમા ઈજાગ્રસ્ત ઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્થાનિર રાહદારીઓએ પોલીસ તથા 108ને જાણ કરી હતી, સ્થળ પર પરિવાર પણ દોડી આવ્યો હતો,અને યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસડવામાં આવી છે.
યુવતીના પરિવારજનોએ ન્યાય માટે ગુહાર લગાવતા સીસીટીવી ફૂટેજ અને પોલીસને ગંભીરતાથી કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા વિનંતી કરી છે. યુવતીને ખુબ ગંભીર રીતે પાંસળી સહિત માથામાં ઈજા પહોંચી છે, ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
સૂત્રો અનુસાર, યુવતીનું નામ વિશ્વા શાહ હોવાનુ તથા તે નારણપુરા વિસ્તારની રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે. યુવતી ફિઝિયોથેરાપીસ્ટનો અભ્યાસ કરે છે, અને સ્કૂલમાં કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહી હતી તે સમયે અકસ્માતનો ભોગ બની. યુવતીના પરિવારમાં પિતા ઈન્ટેરિયર ડિઝાઈનર છે તો નાનો ભાઈ 10મા બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી છે, પરંતુ પરિવાર સંતોષકારક કામગીરી ન થઈ રહી હોવાનો આક્ષેપ કરી રહ્યો છે.
અમદાવાદ જુહાપુરા આગ : ફતેહવાડીમાં મેટ્રો ફ્લેટમાં આગ, 200થી વધુ રહિશોના જીવ તાળવે ચોંટ્યા
અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં આગ અકસ્માતની ઘટના પણ સામે આવી હતી. જુહાપુરા વિસ્તારમાં ફતેહવાડી વિસ્તારમાં આવેલા રહેણાક વિસ્તારમાં મેટ્રો મેન્શન ફ્લેટમાં વહેલી સવારે 3-4 કલાકની આસ પાસ આગ લાગી હતી. રહિશોને આગની જાણ થતા ભાગદોડ અને બૂમો મચી ગઈ હતી, રહેશોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની 9 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. 200 જેટલા રહિશો જીવ બચાવવા પ્લેટના ધાબે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો - જસદણ ચોટિલા રોડ અકસ્માત : બાખલવડ પાસે કાર ચાલકે બાઈકને ફંગોળ્યું, બે માસૂમ બાળકી સહિત 3 ના મોત
ફાયર વિભાગ અનુસાર, આગની ઘટનામાં 9 ફાયર ગાડીઓએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધુ હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી હતુ, રહેશોને ધાબેથી રેસક્યુ કરી સહિસલમાત નીચે લાવવામાં આવ્યા હતા. આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે, આગની દુર્ઘટનામાં 40થી વધુ વાહનોને નુકશાન થયું છે. જેમાં ત્રણ રીક્ષા સહિત અનેક ટુવ્હીલર બળીને ખાખ થઈ ગયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us