'ઋષભાયન - ભારતીય સંસ્કૃતિના પુરોધા' સેમિનાર યોજાયો, ઋષભદેવના જીવન અને કાર્યો અંગે ચર્ચા થઇ

Ahmedabad News : વિવિધ ક્ષેત્રોના વિદ્વાનોએ તમામ ધર્મો અને સંસ્કૃતિઓમાં ઋષભદેવ પ્રત્યેના આદર વિશે રસપ્રદ આંતરદ્રષ્ટિ રજૂ કરી

Ahmedabad News : વિવિધ ક્ષેત્રોના વિદ્વાનોએ તમામ ધર્મો અને સંસ્કૃતિઓમાં ઋષભદેવ પ્રત્યેના આદર વિશે રસપ્રદ આંતરદ્રષ્ટિ રજૂ કરી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rushabhyan

અમદાવાદમાં ઋષભાયન - ભારતીય સંસ્કૃતિના પુરોધા' સેમિનાર યોજાયો હતો

Ahmedabad News : શ્રી શાહીબાગ ગિરધરનગર જૈન સંઘના સહયોગથી લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત એક દિવસનો સેમિનાર અને ઐતિહાસિક પરિસંવાદ યોજાયો હતો. ઋષભાયન ખરા અર્થમાં એવો સૌપ્રથમ મંચ બની રહ્યો હતો જેમાં વિદ્વાનો, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, સાહિત્યકારો, ધાર્મિક ગુરૂઓ અને જાણીતી હસ્તીઓને એક જ છત હેઠળ એકત્રિત થયા હતા. આ વિદ્વાનોએ સમૃદ્ધ અને ગતિશીલ ભારતીય સંસ્કૃતિના પુરોધા ગણાતા ઋષભદેવના જીવન અને તેમના કાર્યો અંગે ગહન ચર્ચા કરી હતી.

Advertisment

સેમિનારમાં ભારતીય સભ્યતાના સમૃદ્ધ ઐતિહાસિક, દાર્શનિક અને સામાજિક પાસાં પર રસપ્રદ અને વિચારપ્રેરક ચર્ચાઓ યોજાઈ હતી જેમાં વિશેષ ધ્યાન ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને સામાજિક-રાજકીય માળખાના પ્રણેતા ભગવાન ઋષભદેવના ગહન યોગદાન પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સંવેગ લાલભાઈએ જણાવ્યું હતું કે “‘ઋષભાયન – ભારતીય સંસ્કૃતિના પુરોધા’ પરિસંવાદ એ વ્યક્તિની આત્માના અંતિમ જ્ઞાન સાથે પરિવારના માળખા, શાસ્ત્રો અને વિવિધ કળાના રૂપોની સ્થાપના માટે ભગવાન ઋષભદેવના યોગદાનને માન્યતા આપવા માટેનો ગૌરવપૂર્ણ પ્રયાસ હતો. પ્રથમ તીર્થંકર એવા ભગવાન ઋષભદેવનો ઉલ્લેખ અનેક હિંદુ ગ્રંથો અને ઉપનિષદોમાં પણ જોવા મળે છે. તેમાં જાણીતા હિંદુ મહંતો, નિષ્ણાંતો, વિદ્વાનો, સંશોધકો ઉપરાંત જૈનાચાર્યોના મહત્વપૂર્ણ પ્રદાન પણ સમાવિષ્ટ છે અને તે સમગ્ર વિશ્વ તથા સમાજના કલ્યાણ માટે ભગવાન ઋષભદેવના પ્રયાસોના આકર્ષક પાસાં પર પ્રકાશ પાડે છે.”

જૈન ધર્મમાં ભગવાન ઋષભદેવને વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થંકર તરીકે પૂજવામાં આવે છે અને તેઓ માનવ સંસ્કૃતિના પૂર્વજ તરીકે ગણાય છે. તેમને પરિવારનું માળખું, સામાજિક વ્યવસ્થા, પ્રશાસન અને રાજકીય વ્યવસ્થાની રચનાનો શ્રેય આપવામાં આવે છે.

Advertisment

ફોર્સ મોટર્સના ચેરમેન, જૈન વિદ્વાન અને દાનવીર ડો. અભય ફિરોદિયાએ જણાવ્યું હતું કે “ઋષભાયન એ વિવિધ ક્ષેત્રોના અનેક બુદ્ધિજીવીઓ માટે એક જ મંચ પર આવવા અને ઋષભદેવ, તેમની રચના તથા આજે પણ એટલા જ સાર્થક એવા તેમણે આપેલા ઉપદેશો અંગે ચર્ચા કરવા માટેની એક અનોખી તક હતી. આ ભવ્ય પ્રસંગનો સાક્ષી બનતા અને તેમાં યોગદાન આપતા મને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.”

આ પણ વાંચો - ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

ડો. અભય ફિરોદિયા, અર્પિત શાહ, ડો. રમઝાન હસનિયા જેવા જાણીતા વિદ્વાનોની પેનલ ડિસ્કશન અને પ્રેઝન્ટેશને ભગવાન ઋષભદેવના જીવન અને જૈન ધર્મ તથા ભારતીય સંસ્કૃતિ અંગે તેમણે આપેલા ઉપદેશોની અસરો અંગે કેટલીક અજાણી પરંતુ રસપ્રદ હકીકતો રજૂ કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ, ગુજરાતના ગૃહ પ્રધાન અને રમતો તથા યુવા બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

જૈનાચાર્ય યશોવર્માસૂરિશ્વરજી મહારાજ સાહેબે તેમનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “વિદ્વાનોની સહભાગિતા અને આટલી જાણીતી હસ્તીઓની ઉપસ્થિતિએ ઋષભાયનને સફળ બનાવ્યું છે. ઋષભદેવ ભારતના સાંસ્કૃતિક તાણાવાણાના રચયિતા હતા. તેમના ઉપદેશો ન કેવળ જૈન ધર્મ પૂરતા જ સીમિત નથી, પરંતુ લગભગ તમામ ધર્મોમાં પ્રચલિત છે. આ સેમિનાર થકી અમે ભારતના સમૃદ્ધ વારસામાં રસને પુનઃજીવિત કરવા માંગીએ છીએ, ખાસ કરીને યુવા પેઢીઓમાં જેઓ કદાચ તેની ગહનતા અને મહત્તાની પૂરેપૂરી કદર કરતા નથી.”

ઋષભાયન દરમિયાન ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાં પર વિખ્યાત ગુરૂઓ અને વિદ્વાનો દ્વારા લખાયેલા લેખો અને સંશોધન પત્રોને દર્શાવતા એક વ્યાપક પુસ્તકનું સી આર પાટીલ અને હર્ષ સંઘવીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું ભારત તથા સમગ્ર વિશ્વમાં વિતરણ કરાશે.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત