સાબરમતી ગાંધી આશ્રમ પુન: નિર્માણ વિકાસ પ્રોજેક્ટ : જાણો શું છે પૂરો માસ્ટર પ્લાન? નવું શું ઉમેરાશે? તમામ વિગત

સાબરમતી ગાંધી આશ્રમ પુન: નિર્માણ અને વિકાસ કરવા માટેનો પ્રોજેક્ટ પીએમ મોદીએ લોન્ચ કર્યો, 5 એકરમાંથી 55 એકરનો આશ્રમ બનશે, હાલ એક કલાકમાં જોઈ શકાય છે, જેને નિર્માણ જોવા માટે પાંચ છ કલાક સમય આપવો પડશે.

Written by Kiran Mehta
March 13, 2024 14:03 IST
સાબરમતી ગાંધી આશ્રમ પુન: નિર્માણ વિકાસ પ્રોજેક્ટ : જાણો શું છે પૂરો માસ્ટર પ્લાન? નવું શું ઉમેરાશે? તમામ વિગત
સાબરમતી ગાંધી આશ્રમ પુન: નિરમાણનો માસ્ટર પ્લાન (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)

લીના મિશ્રા | સાબરમતી ગાંધી આશ્રમ પુન: વિકાસ પ્રોજેક્ટ માસ્ટર પ્લાન : પીએમ નરેન્દ્ર મોદીએ ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં હાજરી આપી ગાંધી આશ્રમ પુન:વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, જે શિલાન્યાસનું પ્રતીકાત્મક સ્વરૂપ હતું. 12 માર્ચે, સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી કૂચની 94મી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદીએ રૂ. 1200 કરોડના ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું અનાવરણ કર્યું હતું, આ સિવાય પુનઃવિકસિત કોચરબ આશ્રમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

સાબરમતી આશ્રમના માસ્ટર પ્લાનમાં શું છે?

જાણીતા આર્કિટેક્ટ બિમલ પટેલની આગેવાની હેઠળની અમદાવાદ સ્થિત HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (HCPDPM) દ્વારા તૈયાર કરવામાં આવેલ, માસ્ટરપ્લાન 120 એકરમાં ફેલાયેલા મૂળ આશ્રમમાં અસ્તિત્વમાં રહેલા 63 માળખાંમાંથી લગભગ અડધાને પુનઃસ્થાપિત, સંરક્ષણ અને પુનઃનિર્માણ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સાબરમતી નદીના કિનારે આવેલી આ જમીનમાં કુલ 36 ઇમારતોને રિ-ડેવલપ કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે, સાબરમતી આશ્રમ જે હાલ જાહેર જનતા માટે ખુલ્લો છે, તે માત્ર 5 એકર વિસ્તારને આવરે છે. તેનું સંચાલન સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT) દ્વારા કરવામાં આવે છે. જ્યારે નવું સ્મારક 55 એકરમાં ફેલાયેલું હશે અને સમગ્ર વિસ્તાર 322 એકરમાં ફેલાયેલો હશે. એક અધિકારીએ જણાવ્યું કે, વર્તમાન ગાંધી આશ્રમ હાલ જોવો હોય તો, પ્રવાસ માટે એક કલાકની જ જરૂર હોય છે, પરંતુ જ્યારે પ્રોજેક્ટ સંપૂર્ણ પૂર્ણ થશે ત્યારે મુલાકાતીઓને સમગ્ર વિસ્તૃત પરિસરની મુલાકાત લેવા માટે ઓછામાં ઓછા 6-7 કલાકનો સમય લાગશે.

Sabarmati Gandhi Ashram master plan
સાબરમતી ગાંધી આશ્રમ વિકાસ માસ્ટર પ્લાન (ફોટો – નિર્મલ હરિન્દ્રન – એક્સપ્રેસ)

કઈં 20 ઇમારતોનું સંરક્ષણ સાથે પુન:નિર્માણ કરવામાં આવશે

આ સૂચિમાં મહાત્મા ગાંધી અને કસ્તુરબાના નિવાસસ્થાન હૃદય કુંજનો સમાવેશ થાય છે, ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ સ્વર્ગસ્થ ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જે 1963 માં ખુલ્લું મુકાયું હતું. નંદિની નિવાસ, જે ગેસ્ટ હાઉસ તરીકે સેવા આપતું હતું. માનવ સાધના, જયેશ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે, જે તેના ગાંધીવાદી સ્થાપક ઈશ્વરભાઈ પટેલના પુત્ર અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલના જમાઈ છે, વિનોબા-મીરા કુટીર, જ્યાં વિનોબા ભાવે રહ્યા હતા, જય જગત એમ્ફીથિયેટર; અને જૂનું રસોડું. તેર ઈમારતો – જેમાં બે ગૌશાળાઓ, સરદાર વલ્લભભાઈ પટેલની ઓફિસ અને દસ ઓરડી (દસ રૂમ)નો સમાવેશ થાય છે. આ બધી ઈમારતોને પુનઃસ્થાપિત કરવામાં આવશે. અને ત્રણ ઈમારતો – દેહલા પુની કેન્દ્ર (કપાસની ગાંસડીઓ સ્ટોર કરવા માટેની જગ્યા), સાત ઓરડી (સાત રૂમ), અને આનંદ ભવન સંગ્રહાલયનું પમ પુનઃનિર્માણ કરવાની દરખાસ્ત છે.

સાબરમતી ગાંધી આશ્રમનું ઐતિહાસિક મહત્વ શું છે?

CEPT યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર નીલકંઠ છાયાએ તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘ગાંધી પ્લેસીસઃ એન આર્કિટેક્ચરલ ડોક્યુમેન્ટેશન’માં નોંધ્યું છે કે, ગાંધીજીએ તેમના જીવનકાળ દરમિયાન પાંચ વસાહતો સ્થાપી હતી – બે દક્ષિણ આફ્રિકામાં (નાતાલમાં ફોનિક્સ સેટલમેન્ટ, અને જોહાનિસબર્ગની બહાર ટોલ્સટોય ફાર્મ), જ્યાં તેઓ 1893 થી 1914 સુધી રહ્યા હતા, અને ત્રણ ભારતમાં જ્યાં તેઓ જાન્યુઆરી 1915 માં આવ્યા હતા. આ વસાહતો “સતત પ્રયોગ અને નવા નવા પ્રયોગો-સંશોધનોના સ્થળો” હતા.

પ્રોફેસર નીલકંઠ છાયા એ નોંધ્યું છે કે, ગાંધીજીએ 1915 માં અમદાવાદમાં પહેલો કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો. તે પહેલેથી જ બાંધેલી જગ્યા હતી, જે આશ્રમ દ્વારા ઉપયોગ માટે ભાડે આપવામાં આવતી હતી. તેથી આ જગ્યા કેવી રીતે ડિઝાઇન કરવી જોઈએ તે ગાંધીજીના પોતાના વિચારો અનુસાર ન હતી. આમ, 1917 માં, ગાંધીજીએ સાબરમતી ખાતે આશ્રમની સ્થાપના કરી હતી, આ તેમનો ચોથો આશ્રમ સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે સાબરમતીની ઉપનદી ચંદ્રભાગા નદી નજીક જુના વાડજ ગામની ઉત્તરે હતો. આ આશ્રમથી સાબરમતી નદીના સામે કિનારે “અમદાવાદ શહેરની કાપડ મિલોની ચીમનીઓ દેખાતી હતી”.

સાબરમતી ખાતેનો આશ્રમ ગાંધીજીના જીવન અને કાર્યમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એક એવી જગ્યા હતી, જે ગાંધીજીએ પોતે ડિઝાઇન કરી હતી, અને સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવી હતી. તેમણે સૌથી વધુ સમય અહીં વિતાવ્યો, ઉપરાંત ભારતની સ્વતંત્રતાની લડત સાથે સંબંધિત આઠ મુખ્ય ચળવળોનું કેન્દ્ર પણ રહ્યું હતું.

સાબરમતી આશ્રમથી ગાંધીએ કરેલી મહત્ત્વની ચળવળો

તમને જણાવી દઈએ કે, સાબરમતી આશ્રમથી 12 માર્ચ, 1930 ના રોજ ગાંધીજીએ અહીંથી દાંડી કૂચ શરૂ કરેલી. આ ઉપરાંત, તેમણે ચંપારણ સત્યાગ્રહ (1917), અમદાવાદ મિલોની હડતાલ અને ખેડા સત્યાગ્રહ (1918) તથા ખાદી ચળવળ (1918) અને રોલેટ એક્ટ અને ખિલાફત ચળવળો પણ આ આશ્રમમાં રહી શરૂ કરી હતી.

રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે હાલના આશ્રમમાં નવું શું ઉમેરવામાં આવશે?

માસ્ટર પ્લાન મુજબ, પુનઃવિકાસિત સ્મારક અને પરિસરમાં એક ઓરિએન્ટેશન સેન્ટર, એક વિદ્વાનોનું નિવાસસ્થાન, એક પાર્કિંગ વિસ્તાર, એક વોટર હાર્વેસ્ટિંગ પોન્ડ, સ્મારકની દુકાનો, બે પ્રદર્શન વિસ્તારો, એક કાફેટેરિયા, એક વર્કશોપ વિસ્તાર અને એક ભવ્ય પ્રવેશ પ્લાઝા હશે.

Sabarmati Gandhi Ashram master plan - 1
આશ્રમમાં તેની સરળતા અને “નૈતિકતા જાળવી રાખવામાં આવશે (ફોટો – નિર્મલ હરિન્દ્રન – એક્સપ્રેસ)

ઉલ્લેખનીય છે કે, પુનઃવિકાસ અને પુનઃસ્થાપન યોજના આશ્રમની 1949 ની સેટેલાઇટ ઇમેજ પર આધારિત છે, અને SAPMT દ્વારા આશ્રમના દસ્તાવેજીકૃત હિસાબો, બ્રોશરો અને “છેલ્લા દસ વર્ષના મુલાકાતીઓના પુસ્તકોના અભ્યાસ પર આધારિત 200 પાનાની કોન્સેપ્ટ નોટ પર આધારિત છે. કોન્સેપ્ટ નોટમાં આશ્રમ પરિસરની દરેક ઈમારત “કેવી હોવી જોઈએ” તેના પર પણ સંક્ષિપ્ત માહિતી છે. નિયુક્ત પુસ્તકમાં છેલ્લા 10 વર્ષોમાં મુલાકાતીઓના મંતવ્યો મેળવ્યા પછી, SAPMT એ દરખાસ્ત કરી છે કે, પુનર્વિકાસિત આશ્રમમાં તેની સરળતા અને “નૈતિકતા”ને જાળવી રાખવી જોઈએ.

ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા પ્રખ્યાત મુલાકાતીઓ

આશ્રમે 1963 થી મુલાકાતીઓનું પુસ્તક જાળવી રહ્યું છે. અત્યારસુધી પ્રખ્યાત મુલાકાતીઓમાં રાણી એલિઝાબેથ (1961), દલાઈ લામા (1984-85), ભૂતપૂર્વ આઇરિશ રાષ્ટ્રપતિ મેરી રોબિન્સન (1993), દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલા (1995), અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટન (2001) આશ્રમની મુલાકાતે આવી ચૂક્યા છે.

આશ્રમ રિડેવલપ થઈ ગયા પછી હાલની ઇમારતોનો ઉપયોગ કેવી રીતે થશે?

હાલની ઇમારતો આશ્રમનો ઇતિહાસ કહેશે, ભારત અને વિદેશમાં ગાંધીજીના કાર્યો પર પ્રદર્શનો અને ગેલેરીઓનું આયોજન કરશે, તેમની ચળવળો અને યાત્રાઓનું વર્ણન કરશે અને તેમની દિનચર્યા, તેમના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ અને બાળકો સાથેની તેમના જોડાણ વિશે માહિતી પ્રદર્શિત કરશે. 1930 પહેલા જ્યારે ગાંધીજી અને કસ્તુરબા ત્યાં રહેતા હતા ત્યારે, આશ્રમમાં તેમના મુખ્ય સહયોગીઓ અને મહત્વપૂર્ણ મુલાકાતીઓની માહિતી પ્રદર્શિત પણ કરશે.

1917 થી 1951 સુધીના મુખ્ય આશ્રમવાસીઓ અને મહિલા નેતાઓની ગેલેરી પર પણ એક વિશેષતા હશે. એક બિલ્ડિંગમાં ચરખા અને ખાદી ઉત્પાદન કેન્દ્રો હશે. “ગાંધીજીનો વારસો” પરના વિભાગમાં તેમને મળેલા હસ્તપ્રતો અને સન્માનો, ટપાલ વિભાગ સાથેની આપ-લે, સામયિકો અને ગ્રંથો હશે.

આશ્રમ પરિસરના 261 રહેવાસીઓને સ્થળાંતર કરાયા

આશ્રમ પરિસરના 263 રહેવાસીઓમાંથી ઓછામાં ઓછા 261, જેને આશ્રમવાસી કહેવાય છે, તેમને સ્થળાંતર કરવામાં આવ્યા છે, અને પ્રોજેક્ટ માટે માર્ગ બનાવવા માટે વળતર આપવામાં આવ્યું છે. સ્થળાંતર માટે કુલ વળતર 375 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

પુન: વિકસિત સાબરમતી આશ્રમમાં નવું શું હશે?

આશ્રમ રોડ જે અમદાવાદની સૌથી જૂની વ્યાપારી ધમનીઓમાંનો એક છે. જ્યાંથી ગાંધી આશ્રમ શરૂ થાય છે, તેને બંધ કરવામાં આવશે. જેથી રસ્તાની બંને બાજુએ આવેલા વિસ્તારોને એક સંલગ્ન જગ્યામાં એકીકૃત કરી શકાય. આ પ્રક્રિયા 12 માર્ચથી તબક્કાવાર થવાની સંભાવના છે, અને મુસાફરો માટે વૈકલ્પિક રસ્તો પણ ખોલવામાં આવશે.

નવી ઇમારતોમાં મોટાભાગે વહીવટી કચેરીઓ, મીટિંગ રૂમ, કાગળ બનાવવા, ચામડાની બનાવટ, ગાંધીવાદી ઇતિહાસ, પ્રવચનો અને પરિસંવાદો, “અનુભવ કેન્દ્ર” અને જાહેર સુવિધાઓ માટે ઇન્ટરેક્ટિવ વર્કશોપ માટેની જગ્યા હશે.

નવી જગ્યાઓ “મુલાકાતીઓને ગાંધીજીની દિનચર્યાની ઝલક ફરી બતાવવા અને જીવવા માટે સક્ષમ બનાવશે”. ગુજરાત સરકારે એક નોંધમાં જણાવ્યું છે કે, “સ્પિનિંગ-વ્હીલ, હાથથી બનાવેલા કાપડ અને કાગળનું ઉત્પાદન જેવી પ્રવૃત્તિઓ પર વર્કશોપ પણ આશ્રમમાં સામેલ કરવામાં આવશે. આ વર્કશોપ મુલાકાતીઓને ગાંધીજીના ટકાઉપણું અને આત્મનિર્ભરતાના સિદ્ધાંતોની ઝાંખી કરાવશે.

નૈતિકતા અને આશ્રમની સાદગીને જાળવી રાખવાના તંત્ર શું પ્રયત્નો શું કરશે?

જ્યારે 2021 માં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે પણ આ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, આશ્રમને “ગાંધી થીમ પાર્ક” માં ફેરવાશે. ગુજરાત સરકારે તે સમયે આશ્રમના ટ્રસ્ટીઓને ખાતરી આપી હતી કે, આશ્રમનું કોઈ “સરકારીકરણ” થશે નહીં.

Sabarmati Gandhi Ashram master plan 2
મંગળવારે અમદાવાદમાં આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં SAPMT સચિવ અમૃત મોદી; (જમણે) સાબરમતીમાં ગાંધી આશ્રમમાં ગૌશાળાનું નવીનીકરણ ચાલી રહ્યું છે. (ફોટો – એક્સપ્રેસ)

SAPMT એ દેશભરની અન્ય ગાંધીવાદી સંસ્થાઓ સાથે પરામર્શ કરીને તૈયાર કરેલી 200-પાનાની કોન્સેપ્ટ નોંધ પર ભાર મૂક્યો હતો કે, ગાંધીજીએ પ્રેક્ટિસમાં મુકેલા મુખ્ય મૂલ્યોમાંનું એક, સરળતા જાળવી રાખવી જોઈએ, અને મુલાકાતીઓ અથવા નિવાસી પાસેથી કોઈ ફી વસૂલવી જોઈએ નહીં. નોંધમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આશ્રમમાં VVIP મુલાકાતીઓ માટે “કોઈ રેડ કાર્પેટ” પાથરવામાં આવશે નહીં.

પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, “તે સમયનું અસ્તિત્વ દર્શાવતા કોઈપણ માળખાને સ્પર્શ કરવામાં આવશે નહીં.” સ્ત્રોતે એમ પણ જણાવ્યું હતું કે, વિકાસ પ્રોજેક્ટ માટે સ્ટીલ, સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ કરાશે નહીં અને તેના બદલે ચૂનાના પ્લાસ્ટર, ટેરાકોટા છતની ટાઇલ્સ અને વલસાડી સાગ જેવી સ્થાનિક સામગ્રીનો જ ઉપયોગ કરાશે.

ગુજરાત સરકારે કહ્યું છે કે, “આશ્રમની મૂળ સ્થાપત્ય સરળતા અને સારનું પાલન કરવાના ધ્યેયને ધ્યાનમાં રાખીને આશ્રમના સારને જાળવી રાખવા માટે અત્યંત કાળજી લેવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય આશ્રમને એવી રીતે સુશોભિત કરવાનો છે કે, તે તમામ મુલાકાતીઓને નિર્મળતા અને શાંતિ આપે.

આ પણ વાંચો – પીએમ મોદી ગુજરાત : સાબરમતી ગાંધી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ, બાપુની વિરાસત 5 એકરમાંથી 55 એકરની બનશે

આ પ્રોજેક્ટને “અત્યંત સંવેદનશીલતા અને આ હકીકત પ્રત્યે આદર સાથે આગળ વધારવામાં આવશે કે, આશ્રમનું અસ્તિત્વ માત્ર ભૌતિક જગ્યાના વિચારથી આગળ છે”. પવિત્ર આશ્રમ, તે કહે છે, “સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દ્રઢતાના પ્રતીક તરીકે, આત્મનિરીક્ષણ માટેનું આશ્રયસ્થાન અને નૈતિક મૂલ્યોના નિર્ણાયક તરીકે ઊભું છે”, જ્યાં “ગાંધીજીનો સાદગીનો વારસો અને ગહન વિચારધારા દરેક ખૂણે ગુંજી ઉઠે છે”.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ