/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Sarangpur-Temple.jpg)
સાળંગપુર હનુમાન મંદિર ભીંતચિત્ર વિવાદ (એક્સપ્રેસ ફોટો)
Salangpur Hanumanji Temple murals Controversy : ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મંગળવારના રોજ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ભગવાન હનુમાનને દર્શાવતા ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા હતા. મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું કે, આ કાર્યવાહી હિંદુ ધર્મ આચાર્ય સભા (HDAS)ના નેજા હેઠળ આયોજિત મીટિંગ બાદ થઈ છે.
“ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના મુખ્ય પૂજારી વિવેક સાગર સ્વામીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "ગઈકાલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે."
મંદિર, જેમાં સાળંગપુરના રાજા તરીકે ઓળખાતા ભગવાન હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમા છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સ્વામિનારાયણ જૂથ દ્વારા લગાવવામાં આવી છે.
સોમવારે સાંજે યોજાયેલી HDSA બેઠકમાં, વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સ્વામિનારાયણ જૂથના વડા રાકેશ પ્રસાદ સ્વામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ જૂથો "વૈદિક સનાતન ધર્મ" નો ભાગ છે…" સમુદાયની લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે અમે કહીએ છીએ કે, સાળંગપુર મંદિરમાં જે ભીંતચિત્રો ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, તે આવતીકાલે સૂર્યોદય પહેલા દૂર કરવામાં આવશે.
રાજકોટના મુંજકા સ્થિત આર્ષ વિદ્યા મંદિરના વડા સ્વામી પરમાત્માનંદ સરસ્વતી HDASના કન્વીનર અને જનરલ સેક્રેટરી છે.
આ ભીંતચિત્રો સાળંગપુર રાજાની પ્રતિમાના પેડસ્ટલની દિવાલ પર હતા, જેનું ઉદ્ઘાટન આ વર્ષે એપ્રિલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું હતું. જો કે, વિવાદ લગભગ એક અઠવાડિયા પહેલા શરૂ થયો હતો, જ્યારે કેટલાક ભક્તોએ ભીંતચિત્રો સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આ ભીંતચિત્રો ભગવાન હનુમાનનો અનાદર કરે છે. એક ભીંતચિત્ર ભગવાન હનુમાનને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં બેઠેલા દર્શાવે છે, જ્યારે બીજામાં ભગવાન હનુમાનને ભગવાન સ્વામિનારાયણને વંદન કરતા દર્શાવવામાં આવ્યા છે.
જ્યારથી ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, ત્યારથી હિંદુ ધાર્મિક નેતાઓ તેને અલગ અલગ સ્ટેજ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે. ભીંતચિત્રો હટાવવાની માગણીએ શનિવારે ભયંકર વળાંક લીધો, જ્યારે હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ મંદિરની સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મૂર્તિ સુધી જવામાં સફળ રહ્યો, અને મંચ પર પહોંચ્યો અને કેટલાક ભીંતચિત્રોને પર શાહીથી કાળા ડાગ કર્યા અને પછી તેમાં તોડફોડ કરી.
પોલીસે બાદમાં અમરેલી જિલ્લાના આંબરડી ગામના વતની ગઢવી અને અન્ય બેની ધરપકડ કરી હતી, જેઓ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામના રહેવાસી જેસીંગ ઉર્ફે જગો ભરવાડ અને બલદેવ ભરવાડ તરીકે ઓળખાય છે.
સોમવારે બરવાળાની સ્થાનિક અદાલતે ત્રણેયને જામીન આપ્યા હતા કારણ કે, તેમના વકીલે દલીલ કરી હતી કે, તેમની સામે નોંધાયેલ ગુનો જામીનપાત્ર ગુનો છે અને તેનો હેતુ ન તો કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો હતો અને ન તો તે ધર્મ આધારિત હતો, ન તો બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us