ગોપાલ કટેસિયા : સોમવારે સવારે સૌરાષ્ટ્ર મૂળના 300 તમિલોને લઇ જતી પ્રથમ સ્પેશિયલ ટ્રેન વેરાવળ રેલ્વે સ્ટેશન પર પહોંચતા ઉજવણીનો માહોલ છવાયો હતો. મુસાફરો જ્યારે નીચે ઉતર્યા ત્યારે તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને કેટલાકને હાર પહેરાવવામાં આવ્યા હતા. ગુજરાતના પ્રવાસન મંત્રી મુલુ બેરા અને આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.
મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ યુવતીઓએ રેલ્વે પ્લેટફોર્મ પર તેમને તિલક લગાવ્યું હતું અને સ્થાનિક સંગીત પર ડાન્સ કર્યો હતો. રેલ્વે સ્ટેશન છોડતી વખતે, કેટલાક મુસાફરોએ “ભારત માતા કી જય” ના નારાઓ વચ્ચે “પોતાની માતૃભૂમિ” ને માન આપવા માટે પ્રણામ કર્યા.
મદુરાઈના બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય એઆર મહાલક્ષ્મીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે 722 વર્ષ પહેલા તમિલનાડુમાં સ્થળાંતર કર્યું હતું અને આજે અમે અમારી માતૃભૂમિ પરત ફર્યા છીએ.”
કાપડ મશીનરી મેન્યુફેક્ચરિંગ ફર્મ ચલાવતી મહાલક્ષ્મી અગાઉ તમિલનાડુ મહિલા પાંખના વડા તરીકે સેવા આપી ચૂકી છે. તેમને સૌરાષ્ટ્ર તમિલ સંગમમ (STM) કાર્યક્રમ માટે TN સ્ટેટ કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવેમ્બરમાં કાશી તમિલ સંગમમ પછી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત (એક ભારતીય, શ્રેષ્ઠ ભારત)’ પહેલ હેઠળ કેન્દ્ર દ્વારા STM એ બીજો કાર્યક્રમ છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજિત STMના ભાગરૂપે, 17 એપ્રિલથી 26 એપ્રિલની વચ્ચે લગભગ 3,000 સૌરાષ્ટ્રીયન તમિલો ખાસ ટ્રેનો દ્વારા રાજ્યમાં મુસાફરી કરી રહ્યા છે.
ડીંડીગુલમાં સંગીત શાળા ચલાવતા 27 વર્ષીય ગાયક સંતોષ કુમારે શેર કર્યું, “અમારા વડવાઓ કહે છે કે, અમે મુઘલોના દમનને કારણે અહીંથી સ્થળાંતર કર્યું હતું. અમે માઈગ્રેશન રેકોર્ડની શોધમાં ગૂગલ પર સર્ચ કર્યું છે. પરંતુ સમસ્યા એ છે કે, આપણે સદીઓથી તમિલનાડુમાં રહીએ છીએ તેમ છતાં રાજ્ય આપણને આપણા ઇતિહાસ વિશે જણાવતું નથી. પાઠ્યપુસ્તકોમાં પણ આપણા ઈતિહાસનો કોઈ ઉલ્લેખ નથી. જ્યાં સુધી એસટીએમની જાહેરાત કરવામાં આવી ન હતી, ત્યાં સુધી આપણામાંથી ઘણાને આપણા ઇતિહાસની જાણ ન હતી.
આમાંના ઘણા સૌરાષ્ટ્રીયન તમિલો પ્રથમ વખત ગુજરાતની યાત્રા કરી રહ્યા છે. 62 વર્ષિય PH રાજેન્દ્રન, એક રિયલ એસ્ટેટ ડેવલપર છે, જેઓ સાલેમમાં ચાંદીના ઝવેરાતનો વ્યવસાય પણ ધરાવે છે, તેઓ ભાષાકીય રેખાઓ પર રાજ્યોના પુનર્ગઠનને દોષી ઠેરવે છે. “જ્યારે આપણામાંના ઘણા જાણતા હતા કે, અમારા પૂર્વજો સૌરાષ્ટ્રમાંથી આવ્યા હતા, અમે તેના વિશે વધુ જાણતા ન હતા. ભાષાકીય ધોરણે ગુજરાતનાનિર્માણના આંદોલનના કારણે સૌરાષ્ટ્ર લાંબા સમય સુધી રાજ્ય નથી બની રહ્યું.” રાજેન્દ્રન, ભાજપ સેલમ જિલ્લા એકમના મહામંત્રી પણ છે.
એસટીએમ સાલેમના જિલ્લા સંયોજક એમઆર નાગરાજને જણાવ્યું હતું કે, “મારી શ્રેષ્ઠ જાણકારી મુજબ, અમારી પાસે તમિલમાં સ્થળાંતરનો ઇતિહાસ સમજાવવા માટે કંઈ નથી.”
સોમવારે, રાજ્ય પ્રાયોજિત યાત્રાને લીલી ઝંડી બતાવવામાં આવી હતી, સોમનાથ મંદિર પાસે એક વાઇબ્રન્ટ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે STMને ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી ગણાવી હતી. “પશ્ચિમ સમુદ્રનું પાણી પૂર્વીય સમુદ્ર સાથે ભળે” જેવી તમિલ સંસ્કૃતિમાં સૌરાષ્ટ્રીયનો આત્મસાત થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ‘આજે આપણે આ ઉત્સવ દ્વારા રાષ્ટ્રીય એકતાનો શિલાન્યાસ કરવાનો છે. મને કહેવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં અમારા કેટલાક ભાઈઓએ તેમનું સાહિત્ય સાચવ્યું છે. જો તમે અમને નકલો પ્રદાન કરશો, તો અમે તેને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરીશું.”
10-દિવસીય પ્રાયોજિત પ્રવાસ દરમિયાન, લગભગ 300 લોકોનું દરેક ગ્રુપ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સોમનાથ અને દ્વારકા, નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે.
ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના લોકો કે જેઓ નિષ્ણાત રેશમ વણકર હતા, તેઓ સોમનાથ મંદિરમાં તોડફોડ કરનારા આક્રમણકારોના જુલમથી બચવા 1024 એડીમાં તમિલનાડુમાં ઉતર્યા હતા.
પ્રોગ્રામ પર બતાવવામાં આવેલી એક ડોક્યુમેન્ટરીએ સમાન દાવા કર્યા હતા, તેમ છતાં હિજરતના કારણો અંગે વિશ્વસનીય ઐતિહાસિક રેકોર્ડનો અભાવ છે.
આ પણ વાંચો – ગુજરાતમાં આ મહિને વીજળી મોંઘી થશે, આ વર્ષે થશે બીજી વખત વધારો
આ જમાવટ એવા સમયે થઈ છે જ્યારે ભાજપ તમિલનાડુમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. સોમવારે સ્પેશિયલ ટ્રેનમાં આવેલા ઘણા લોકોએ કેસરી કેપ અને સ્કાર્ફ પહેર્યા હતા. સંતોષ કુમારે આશા વ્યક્ત કરી હતી કે, સાંસ્કૃતિક ગતિશીલતા રાજકીય ગતિશીલતા તરફ દોરી જશે.