semicon india 2023| 'સેમી-કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા સરકાર ટેક કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપશે': પીએમ મોદી

semicon india 2023 : પીએમ નરેન્દ્ર મોદીએ બે દિવસીય ગુજરાત (PM Narendra Modi Gujarat) પ્રવાસ દરમિયાન આજે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું અને સેમિકન્ડક્ટરના મેન્યુફેક્ટરીંગ (semiconductor manufacturing) ને પ્રોત્સાહન આપવા સરકાર ટેક કંપની (tech companies) ઓને 50 ટકા નાણાકીય સહાય આપશે તેવી જાહેરાત કરી છે.

semicon india 2023 : પીએમ નરેન્દ્ર મોદીએ બે દિવસીય ગુજરાત (PM Narendra Modi Gujarat) પ્રવાસ દરમિયાન આજે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું અને સેમિકન્ડક્ટરના મેન્યુફેક્ટરીંગ (semiconductor manufacturing) ને પ્રોત્સાહન આપવા સરકાર ટેક કંપની (tech companies) ઓને 50 ટકા નાણાકીય સહાય આપશે તેવી જાહેરાત કરી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
semicon india 2023 | PM Narendra Modi | semiconductor

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું (ફોટો - નિર્મલ હરિન્દ્રન)

semicon india 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, તેમણે આજે ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે મોટી જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા સરકાર ટેક કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપશે. તમને જણાવી દઈએ કે, આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડીસ્કશન પણ કરવામાં આવ્યું.

Advertisment

આ કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમમાં વિવિધ કંપનીઓના સીઈઓને સંબોધતા કહ્યું કે, ભારત હવે "સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે તકોનું વિશ્વ" પ્રદાન કરે છે. “આજે વિશ્વ ઇન્ડસ્ટ્રી 4.0નું સાક્ષી છે. વિશ્વમાં જ્યારે પણ કોઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે ત્યારે તેનો પાયો કોઈપણ પ્રદેશના લોકોની આકાંક્ષાઓ રહ્યો છે. તે અગાઉની ઔદ્યોગિક ક્રાંતિ અને અમેરિકન સ્વપ્ન વચ્ચેની કડી હતી. આજે, હું ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને ભારતીય આકાંક્ષાઓ વચ્ચે સમાન જોડાણ જોઈ શકું છું.” તેમણે કહ્યું કે, ભારત ઉદ્યોગમાં “ઘાતાંકીય વૃદ્ધિ” જોશે.

પીએમ મોદીએ ગાંધીનગરમાં 'સેમિકોન ઈન્ડિયા 2023' કોન્ફરન્સને સંબોધતા એક મોટી જાહરાત કરતા કહ્યું કે, દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવા માટે ટેક્નોલોજી કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં ભારતમાંથી ઈલેક્ટ્રોનિક્સની નિકાસ બમણી થઈ ગઈ છે.

Advertisment

પીએમ મોદીએ શું કહ્યું - VIDEO

પીએમ મોદીએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે, ભારત ટૂંક સમયમાં 300 કોલેજોમાં સેમિકન્ડક્ટર પર અભ્યાસક્રમો શરૂ કરશે. 'સેમિકોન ઈન્ડિયા 2023' ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણની તકોને હાઈલાઈટ કરે છે.

આ પણ વાંચો - પીએમ મોદી ગુજરાત: ‘રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટથી સૌરાષ્ટ્રના લોકોનો વિકાસ થશે, સૌની યોજનાથી દુકાળ ભૂતકાળ બન્યો’

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે. આ પહેલા સીએમ ભૂપેનદ્ર પટેલે આ કાર્યક્રમ અંતર્ગત પ્રદર્શન કાર્યક્રમનો બે દિવસ પહેલા શુભારંભ કરાવ્યો હતો, જેમાં અનેક લોકોએ પ્રદર્શન નિહાળ્યું હતું.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત નરેન્દ્ર મોદી PM Narendra Modi