સેવન્થ ડે સ્કૂલ કેસઃ તસાપ રિપોર્ટમાં અનેક ગેરરીતિઓ સામે આવી, શાળાનો વહિવટ સરકારના હાથમાં

seventh day school case latest update :શહેરની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી આ ઘટના બાદ શહેર ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્કૂલની અનેક ગેરરીતિઓ સામે આવી હતી. ગેરરીતિઓ સામે આવતા જ સ્કૂલનો વહિવટ સરકારના હાથમાં લેવાનો નિર્ણય કરાયો છે.

seventh day school case latest update :શહેરની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી આ ઘટના બાદ શહેર ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્કૂલની અનેક ગેરરીતિઓ સામે આવી હતી. ગેરરીતિઓ સામે આવતા જ સ્કૂલનો વહિવટ સરકારના હાથમાં લેવાનો નિર્ણય કરાયો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Seventh-Day Adventist school, Ahmedabad

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વાલીઓનો હોબાળો - Photo- X ANI

Seventh Day School case: અમદાવાદમાં ધોરણ 10ના વિદ્યાર્થિની હત્યાની ચકચારી ઘટના બાદ સમગ્ર શિક્ષણ જગતમાં સોંપો પડી ગયો હતો. શહેરની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી આ ઘટના બાદ શહેર ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્કૂલની અનેક ગેરરીતિઓ સામે આવી હતી. ગેરરીતિઓ સામે આવતા જ સ્કૂલનો વહિવટ સરકારના હાથમાં લેવાનો નિર્ણય કરાયો છે. સ્કૂલને સરકાર હસ્તક કરવા માટે ઠરાવ કરાયો છે અને જે અંતર્ગત હવે શાળાના વહીવટ દાર તરીકે અમદાવાદ શહેરના ડીઈઓ રહેશે.

Advertisment

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા આ સ્કૂલના આચાર્ચ સહિતના જવાબદાર સ્ટાફને દૂર કરવાના આદેશ બાદ સ્કૂલ મેનેજમેન્ટ આચાર્ય સ્ટાફને દૂર કરી દીધા હતા અને અન્ય કાર્યકારી આચાર્ય મુકાયા હતા. અંતે વાલીઓની રજૂઆતો -માંગણી ભલામણ કરાઈ હતી. બીજી બાજુ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તપા કરીને તનેો રિપોર્ટ નવેમ્બરમાં સરકારને સોંપાયો હતો. તમામ તપાસના રિપોર્ટને આધારે સરકારે 9 હજારથી વધુ વિદ્યાર્થીના હિતમાં ગુજરાત બોર્ડ અને સઆઈસીએસઆઈ એમ બંને સ્કૂલનો વહિવટ પોતાના હસ્તક લઈ લેવા ઠરાવ કરી દીધો છે.

નવું એડમિશન ન આપવા સરકારની શરત

ઉલ્લેખનીય છે કે ઠરાવમાં સરકારે સ્કૂલમાં નવું એડમિશન ન આપવાની પણ શરત મુકી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક અને ગુજરાત બોર્ડ દ્વારા આગળની વહિવટની કાર્યવાહી માટે અલગથી સૂચનાઓ જાહેર કરાશે.

શું બની હતી ઘટના?

અમદાવાદના પૂર્વમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.1થી 12 આઈસીએસઈ બોર્ડ અને ધો.11-12 ગુજરાત બોર્ડ હેથળ અભ્યાસ ચાલે છે. આમ બે બોર્ડ હેઠળ સ્કૂલમાં 9 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દમિયાન 19 ઓગસ્ટના રોજ ધોરણ 10ના વિદ્યાર્થિ પર અન્ય એક વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં બીદા દિવસે સવારે તેનું મૃત્યુ થયું હતું. જેના પગલે સ્થાનિકો અને કેટલાક સંગઠનો દ્વારા ભારે હોબાળો મચાવીને સ્કૂલમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી.

Advertisment

Kinjal Dave : કિંજલ દવે સામાજિક બહિષ્કાર મુદ્દે મૌન તોડ્યું; કહ્યું, ‘સાટા પ્રથાની હું પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે, પિતાની વાત આવે ત્યારે ભગવાનને છોડવા તૈયાર’

તપાસમાં સ્કૂલની કઈ કઈ ગેરરીતિઓ સામે આવી?

  • સ્કૂલે વધારાના વ્રગો શરૂ કરવા આધારો જ રજૂ કર્યા ન્હોતા
  • સ્કૂલનું સંચાલનના કયા ટ્રસ્ટ કે સોસાયટીથી કાર્યરત છે તે અસ્પષ્ટ હતું
  • સ્કૂલમાં વહિવટ, ટ્રસ્ટ કે કેમ્પસમાં કોઈ પણ ફેરફાર મારેટ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી પરંચુ સ્કૂલે મંજૂરીના દસ્તાવેજો રજૂ કર્યા ન હતા.
  • સ્કૂલે પ્રાથમિક વિભાગ માટે લઘુમતીનો દરજ્જો મેળવવાની પ્રમાણપત્ર રજૂ કર્યું નથી
  • ઓડિટેડ હિસાબો મુજબ સ્કૂલ કેમ્પસમાં પુસ્તકોનું ગેરકાયદે વેચાણ થતું હતું
  • સ્કૂલે બે પાળીમાં વર્ગો ચલાવવા માટે મંજૂરીના ડોક્યુમેન્ટ પણ રજૂ ક્યા નથી.
  • સ્કૂલ રજૂ કરેલા નકશા મુજબ કેમ્પસમાં બિલ્ડિંગો નથી
  • સ્કૂલમાં ચાલતી બે કોલેજો માટેના બિલ્ડિંગનું ગુજરાત બોર્ડનું એનઓસી નથી
  • સ્કૂલે ગુજરાત બોર્ડની મંજૂરી સમયે આઈસીએસઈ બોર્ડ સ્કૂલ હોવાનું છુપાવ્યું
  • સ્કૂલ 99 વર્ષના ભાડાપેટ્ટે મેળવેલી જમીન પર છે પરંતુ લીઝધારક અને સંચાલક સંસ્થા અલગ અલગ હોવાથી ભાડાકરારની શરતોનો ભંગ કરાયો
અમદાવાદ ગુજરાત