Shaktisinh Gohil : શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા

Gujarat Congres President Shaktisinh Gohil: લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી

Written by Ashish Goyal
Updated : June 09, 2023 20:43 IST
Shaktisinh Gohil : શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા
Shaktisinh Gohil : શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ (ફાઇલ ફોટો)

Shaktisinh Gohil President of Gujarat Congres : લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. વર્તમાનમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં રાજ્યસભાના સાંસદ છે.

શક્તિસિંહ ગોહિલ દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા. તેમને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવતાં દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્તિ અપાઈ છે. દિલ્હી અને હરિયાણાના પ્રભારીની જવાબદારી દીપક બાબરિયાને સોંપવામાં આવી છે.

અમિત ચાવડાની નેતા વિપક્ષ તરીકે નિમણુંક બાદ અધ્યક્ષ બદલવાનું નક્કી હતું. એક તરફ કોંગ્રેસ પાટીદાર ચેહરાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી શક્યતા હતી પરંતું અનુભવ અને સિનીયરની રેસમાં શક્તિસિંહે બાજી મારી છે.

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી

આ પણ વાંચો – ગુજરાત : ભાજપના બે બળવાખોર નેતાઓની ‘ઘર વાપસી

શક્તિસિંહ ગોહિલની રાજકીય સફર

શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. શક્તિસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા હતા. 1990માં તે AICCના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ હતી. શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી વર્ષ 1990, 1995 ઉપરાંત 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2014ની પેટાચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ